જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં થયેલી હિંસા સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને મંગળવારે સવારે લગભગ સાત વાગ્યે મુંબઈનાં ગેટ વે ઓફ ઈન્ડિયાથી આઝાદ મેદાન લઈ જવામાં આવ્યા હતા, પોલીસે સૌ પ્રથમ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતુ કે સ્થળ ખાલી કરી દે, કારણ કે પ્રદર્શનથી લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ સહમત ન થયા, ત્યારે દરેકને ગાડીઓમાં બેસાડીને આઝાદ મેદાનમાં ખસેડવામાં આવ્યા હતા.
સુત્રોનાં જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે ‘ફ્રી કાશ્મીર’ પોસ્ટર દ્વારા રચાયેલી ધમાલને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે, આપને જણાવી દઇએ કે સોમવારે ગેટ વે ઓફ ઈન્ડિયા પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોસ્ટર હાથમાં લઇને આંદોલન કર્યું હતું અને હિંસા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ આ સમય દરમિયાન એક વિદ્યાર્થીનાં હાથમાં ‘ફ્રી કાશ્મીર’ નું પોસ્ટર હતું, જેનાથી રાજકીય હંગામો સર્જાયો હતો, ત્યારબાદ ગેટવે પરનું વાતાવરણ ખરાબ થવાનું શરૂ થયુ હતુ અને તેથી પોલીસે તે કર્યું ન હતું આજે, બધા પ્રદર્શનકારીઓને પ્રવેશદ્વારથી દૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશની રાજધાની બહુપ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં રવિવારે બનેલી હિંસાની આકરી ટીકા કરવામાં આવી છે, રવિવારે જે રીતે ચહેરા પર માસ્ક પહરીને અમુક અજાણ્યા શખ્સોએ જેએનયુ કેમ્પસમાં ઘૂસીને હુમલો કર્યો અને તોડફોડ કરી ત્યારથી સ્થિતિ એકદમ તંગ બની ગઇ છે. જણાવી દઇએ કે જેએનયુની અંદર રવિવારે, માસ્ક પહેરીને આવનારા શખ્સોનાં હાથમાં ડંડા, સળિયા, હોકી હતા અને તેની મદદથી તેમણે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. તેટલુ જ નહી તેમણે અંદર આવીને જેએનયુનાં સામાનોની તોડફોડ શરૂ કરી દીધી હતી અને વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને પણ ઢોર માર માર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.