Climate Change/ દુનિયાભરનાં નેતાઓનાં ‘blah, blah, blah’ પર ગ્રેટા થનબર્ગે ઉડાવી મઝાક

ગ્રેટાએ કહ્યુ, આપણે આપણી અર્થવ્યવસ્થાને ધીમે ધીમે બદલવી પડશે, આ માટે કોઈ પ્લાન બી નથી. ગ્રેટાએ કહ્યું કે, કોઈ પણ પ્લાન બ્લાહ..બ્લાહ..બ્લાહ હોતો નથી.

Top Stories World
11 261 દુનિયાભરનાં નેતાઓનાં 'blah, blah, blah' પર ગ્રેટા થનબર્ગે ઉડાવી મઝાક

સ્વીડિશ ક્લાઇમેટ ચેન્જ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ફરી એક વખત વિશ્વનાં નેતાઓ પર નિશાન સાધ્યું છે. ગ્રેટાએ મિલાનમાં થયેલી યુથ ફોર ક્લાઇમેટ કોન્ફરન્સમાં એક મોટુ નિવેદન આપતા કહ્યુ કે, જેમાં તેણે પર્યાવરણનાં મુદ્દે નેતાઓ-સરકારોનાં ખોટા વચનો યાદ કરાવ્યા હતા.

આ પણ વાંચો – Political / દેશનાં કરોડો લોકોને લાગવા લાગ્યું છે કે જો કોંગ્રેસ નહી ટકે તો દેશ નહી ટકેઃ કનૈયા કુમાર

ગ્રેટા થનબર્ગ અને સાથી યુવા પ્રચારકોએ ઇટાલીમાં આ સપ્તાહની આબોહવા વાટાઘાટો પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, લગભગ ત્રણ દાયકાઓમાં, ઘણા બધા વચન આપવામાં આવ્યા છે પરંતુ ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે બહુ ઓછું કામ કરવામાં આવ્યું છે. ઓગસ્ટમાં યુનાઇટેડ નેશન્સનાં અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે પરિસ્થિતિ ખતરનાક રીતે નિયંત્રણમાંથી બહાર નીકળવાની નજીક છે ત્યારે જગતને આગામી પેઢીઓ માટે વધુ વિક્ષેપોનો સામનો કરવો પડશે તેવી ચેતવણી આપ્યા બાદ આબોહવા પરિવર્તન વધુ ખરાબ થવાની આશંકા વધી છે. યુથ 4 ક્લાઇમેટ ઇવેન્ટનાં ઉદ્ઘાટન સત્રમાં થનબર્ગે મંગળવારે (28 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, “બ્લાહ, બ્લાહ, બ્લાહનાં વર્ષો થઇ ગયા.”  ગ્રેટાએ કહ્યું કે, આપણે આશા ન છોડવી જોઈએ અને તેના માટે કામ કરતા રહેવું જોઈએ. ગ્રેટા થનબર્ગે આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન અને ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની મજાક ઉડાવી હતી. આ ત્રણેય નેતાઓમાંથી કોઈપણનાં નિવેદનનો ઉલ્લેખ કરતા ગ્રેટા થનબર્ગે કહ્યું કે, આપણે આપણી અર્થવ્યવસ્થાને ધીમે ધીમે બદલવી પડશે, આ માટે કોઈ પ્લાન બી નથી. ગ્રેટાએ કહ્યું કે, કોઈ પણ પ્લાન બ્લાહ..બ્લાહ..બ્લાહ હોતો નથી.

આ પણ વાંચો – વરસાદ / હવે અતિવૃષ્ટિનો ખતરો, રાજ્યનાં 185 તાલુકામાં વરસાદ, ડેમમાં પાણીની આવક વધી

ગ્રેટા થનબર્ગે બોરિસ જોનસનનાં ગ્રીન ઇકોનોમીનાં સૂત્ર પર ઝાટકણી કાઢતા કહ્યું કે, ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો કોઇ રાજકીય એજન્ડા માટે નથી, Build Back Batter… બ્લાહ… બ્લાહ… અથવા ગ્રીન ઇકોનોમી બ્લાહ… બ્લાહ…’ તેમણે કહ્યું કે, નેતાઓ માત્ર પોતાની વાતો કરતા રહે છે, પરંતુ તેમની પાસે કોઈ એક્શન પ્લાન નથી. આપને જણાવી દઈએ કે, 18 વર્ષીય ગ્રેટા થનબર્ગ છેલ્લા બે-ત્રણ વર્ષથી જળવાયુ પરિવર્તનનાં મુદ્દે વિશ્વ પર પ્રભુત્વ ધરાવે છે. પછી ભલે તે તમારા દેશમાં અભિયાન ચલાવવાનું હોય કે પછી વિશ્વનાં મોટા મંચ પર બોલવાનું હોય. અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનાં તેના વિવાદ પણ સમાચારોમાં રહ્યા હતા.