Curfew/ કરફ્યુમાં અમદાવાદીઓના સંયમની જોવા મળી ઝલક, નહીંવત કેસ સાથે પોણો પડાવ પાસ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અનવે ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણનો ગ્રાફ રોકેટ ગતી પકડી લેતા શુક્રવાર રાતે 9 વાગ્યાથી 57 કલાકનો કરફ્યૂ લદાયો છે.

Top Stories Ahmedabad Gujarat
ahd curfew કરફ્યુમાં અમદાવાદીઓના સંયમની જોવા મળી ઝલક, નહીંવત કેસ સાથે પોણો પડાવ પાસ

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા અનવે ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણનો ગ્રાફ રોકેટ ગતી પકડી લેતા શુક્રવાર રાતે 9 વાગ્યાથી 57 કલાકનો કરફ્યૂ લદાયો છે. શુક્રવારથી પોલીસ એલર્ટ મોડમાં જ જોવામાં આવી રહી છે. અમદાવાદમાં 2 દિવસ – 3 રાતનાં કરફ્યુ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું. યોગ્ય કારણ સિવાય બહાર નીકળતા લોકો સામે કાર્યવાહીઓ પણ કરવામાં આવી અનેઇન્દિરાબ્રિજ  સહિતના શહેરનાં અનેક વિસ્તારોમાં વાહનોનું ચેકિંગ પર અવિરત ચાલુ રહ્યું.

શહેરમાં આવેતા તમામ 4 ઝોનમાં DCP, PI, PSI સહિત પોલીસે ચેકિંગ કર્યું અને અમદાવાદ શહેરમાં ગત રાત્રી 9 વાગ્યાથી કરફ્યુ લાગ્યા બાદ બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી અને શહેરમાં કુલ 215 કેસ દાખલ કર્યા હોવાની વિગતો વિદિત છે. 243 આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેને હોસ્પિટલાઇઝેશનમાં મોકલી દેવામાં આવ્યો હતો. કરફ્યુ દરમિયાન કાલના દિવસમાં શહેરનાં કુલ 25 લોકોએ લગ્ન માટે પોલીસની મંજૂરી માંગી હતી. જીવન જરૂરી વસ્તુઓ, જેમ કે દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, મીડિયા, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપનીઓ, ઈલેક્ટ્રિક અને પાણી સપ્લાઇ કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને નિયત આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ્સ જોઇ જવા દેવામાં આવતા હતા.