પક્ષ પલટો/ બંગાળમાં ભાજપને વધુ એક ફટકો, MLA સુમન કાંજીલાલ TMCમાં સામેલ

પશ્ચિમ બંગાળમાં ભાજપને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. અલીપુરદ્વારથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતેલા ધારાસભ્ય સુમન કાંજીલાલ હવે ટીએમસીમાં જોડાઈ ગયા છે

Top Stories India
MLA Suman Kanjilal

 MLA Suman Kanjilal :   પશ્ચિમ બંગાળમાં ભાજપને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. અલીપુરદ્વારથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતેલા ધારાસભ્ય સુમન કાંજીલાલ હવે ટીએમસીમાં જોડાઈ ગયા છે. ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ ધારાસભ્ય સુમન કાંજીલાલને પાર્ટીનું સભ્યપદ આપ્યું. TMC તરફથી એક ટ્વિટમાં સુમન કાંજીલાલ પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરવામાં આવી હતી.

પશ્ચિમ બંગાળમાં MLA Suman Kanjilal તાજેતરમાં પંચાયત ચૂંટણી યોજાવા જઈ રહી છે. પંચાયતની ચૂંટણી પહેલા રાજ્યમાં ફરી એકવાર પક્ષ-પરિવર્તનનું રાજકારણ શરૂ થયું છે. મમતા બેનર્જીની પાર્ટી ચૂંટણી પહેલા પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે વિરોધ પક્ષોના નેતાઓને મોટી સંખ્યામાં તોડી રહી છે. ધારાસભ્ય સુમન કાંજીલાલ ઉપરાંત ઘણા નેતાઓ પણ ટીએમસીના સંપર્કમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.  TMCએ ટ્વિટ કર્યું, “ભાજપની જનવિરોધી નીતિઓ અને નફરતથી ભરેલા એજન્ડાને નકારીને, સુમન કાંજીલાલ આજે અમારા રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની હાજરીમાં TMC પરિવારમાં જોડાયા.” ટીએમસીએ કહ્યું, “બંગાળના બીજેપીના એક અન્ય ધારાસભ્યને સત્ય સમજાયું છે કે ભાજપનો લોકોની સેવા કરવાનો કોઈ ઈરાદો નથી!”

સુમન કાંજીલાલ રાજકારણી MLA Suman Kanjilal બનતા પહેલા પત્રકાર હતા. ભાજપના અલીપુરદ્વારથી જિલ્લા સચિવ હતા. તેમની ગણતરી ભાજપના સારા વક્તાઓમાં થતી હતી. ભાજપના પ્રચાર માટે ત્રિપુરા ગયેલા પ્રચારકોની યાદીમાં સુમન કાંજીલાલનું નામ સામેલ હતું. હવે ત્રિપુરાની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી શકે છે. વધુ એક ધારાસભ્ય TMCના સંપર્કમાં! ભાજપના ધારાસભ્ય અને બંગાળી અભિનેતા હિરન ચેટર્જી પણ ટીએમસીના સંપર્કમાં હોવાનું કહેવાય છે. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં હિરણ ચેટર્જી ટીએમસી નેતા અજીત મૈતી સાથે જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તસવીર કોલકાતામાં TMC પાર્ટી ઓફિસની અંદર લેવામાં આવી છે. તેની પૃષ્ઠભૂમિમાં ટીએમસીનું બેનર છે.

પ્રહાર/ સનાતન ધર્મના નિવેદન માટે અસદુદ્દીન ઓવૈસીએ સીએમ યોગી પર કર્યા પ્રહાર, કહી આ મોટી વાત

Chinese balloons/યુએસે જાસૂસી બલૂનને ઉડાવાતા ચીન લાલઘૂમઃ વળતા પગલાંની ચેતવણી આપી