Not Set/ ચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 સભ્યોના મોત

અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુર ગામે સાસરીમાં બે સાઢુભાઈનો પરિવાર સાથે દિવસભર સાથે રહ્યા બાદ પરત જતાં હતા, ત્યારે સાંગાણી ગામ પાસે તેમની કારની બાજુમાંથી પસાર થતી ટ્રક અચાનક પલટીને મારી કાર પર પટકાઈ હતી. જેના કારણે કારમાં સવાર વઢવાણમાં રહેતા નીરજભાઇ ગોહિલ સહિત પરિવારના છ સભ્યોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. […]

Top Stories Gujarat Others Trending
chotila accident ચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 સભ્યોના મોત
અમદાવાદ,
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુર ગામે સાસરીમાં બે સાઢુભાઈનો પરિવાર સાથે દિવસભર સાથે રહ્યા બાદ પરત જતાં હતા, ત્યારે સાંગાણી ગામ પાસે તેમની કારની બાજુમાંથી પસાર થતી ટ્રક અચાનક પલટીને મારી કાર પર પટકાઈ હતી. જેના કારણે કારમાં સવાર વઢવાણમાં રહેતા નીરજભાઇ ગોહિલ સહિત પરિવારના છ સભ્યોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે વધુ એક વખત રક્તરંજિત બન્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પરિવારના 6 સભ્યોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જયારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પણ પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં દૂધ ડેરી પાસે આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અને વઢવાણના ચંદન ચોકમાં રેડીમેઇડ કપડાંનો વ્યવસાય કરતા નીરજભાઇ ગોહિલ તેમની પત્ની, માતા, બે પુત્રી અને પુત્ર સાથે નવા વર્ષમાં સાસરીમાં ચોટીલા તાલુકાના આણંદપુર ગયા હતા. જયાંથી શનિવારે સાંજના સમયે વઢવાણ પરત ફરતા હતા. ત્યારે ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા સાંગાણી ગામ પાસે તેમની કાર આગળ જતી ટ્રકને ઓવર ટેક કરતા હતા તે સમયે પ્લાસ્ટિકના દાણાના કોથળા ભરેલી ટ્રક પલટી ખાઈને કાર પર પટકાઈ હતી.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત બાદ કારમાં રહેલા મૃતદેહોને ક્રેનની મદદથી બહાર કાઢવા પડ્યાં હતા.
આ અકસ્માત અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ ચોટીલા નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વઢવાણના દરજી પરિવારના  3 બાળક સહિત કુલ 6નાં મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. મૃતકોમાં 3 બાળકો, બે મહિલા, 1 પુરુષનો સમાવેશ થાય છે.
મૃતકોના નામ
1, નીરજભાઈ રસિકભાઈ ગોહિલ (ઉ.વ. 40)
2, દીનાબેન નીરજભાઈ ગોહિલ (ઉ.વ. 40)
3, ધીરજબેન રસિકભાઈ(ઉ.વ.65)
4, નિધિ નીરજભાઈ (ઉ.વ.13)
5, શિવાંગ નીરજભાઈ (ઉ.વ.6)
6, આયુષી નીરજભાઈ (ઉ.વ.7)