Not Set/ આજે જ બનાવો આ હેલ્દી રેસીપી: વન મીલ સૂપ

સામગ્રી 1/4 કપ પીળી મગની દાળ 1 ટીસ્પૂન તેલ 1 કપ મોટા સમારેલા કાંદા 1/2 કપ મોટા સમારેલા ગાજર 1/2 કપ ફૂલકોબીના ફૂલ 1/4 ટીસ્પૂન મીઠું 1/2 ટીસ્પૂન મરચાં પાવડર તાજું પીસેલું કાળા મરીનું પાવડર (સ્વાદાનુસાર) 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી સુવાની ભાજી 1 ટેબલસ્પૂન લીંબુનો રસ બનાવવાની રીત પીળી મગની દાળને સાફ કરી, ધોઇને જરૂરી ગરમ પાણીમાં 2 કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.એક પ્રેશર કુકરમાં […]

Lifestyle
aqq આજે જ બનાવો આ હેલ્દી રેસીપી: વન મીલ સૂપ

સામગ્રી

1/4 કપ પીળી મગની દાળ
1 ટીસ્પૂન તેલ
1 કપ મોટા સમારેલા કાંદા
1/2 કપ મોટા સમારેલા ગાજર
1/2 કપ ફૂલકોબીના ફૂલ
1/4 ટીસ્પૂન મીઠું
1/2 ટીસ્પૂન મરચાં પાવડર
તાજું પીસેલું કાળા મરીનું પાવડર (સ્વાદાનુસાર)
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી સુવાની ભાજી
1 ટેબલસ્પૂન લીંબુનો રસ

બનાવવાની રીત

પીળી મગની દાળને સાફ કરી, ધોઇને જરૂરી ગરમ પાણીમાં 2 કલાક પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર 2 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં પીળી મગની દાળ, ગાજર અને ફૂલકોબી મેળવી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં મીઠું અને 3 કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની 4 સીટી સુધી રાંધી લો.

પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.છેલ્લે તેમાં મરચાં પાવડર અને મરી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી રાંધી લો.

હવે તેને તાપ પરથી નીચે ઉતારી, તેમાં સુવાની ભાજી તથા લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.ગરમ ગરમ પીરસો.