Not Set/ કોલ્ડ શોલ્ડર આજકાલ છે હીટ,પાર્ટીમાં છવાઈ જવું હોય તો આ હેવી ડ્રેસ ટ્રાય કરો

અમદાવાદ સતત બદલાયા કરતી ફેશનમાં થોડા થોડા સમયે ટ્રેન્ડ પાછો આવતો હોય છે.આપણે જો  ઓફ શોલ્ડરની  જ વાત કરીએ તો એક સમયમાં  મોટાભાગે બ્લાઉઝમાં  જોવા મળતી  આ ફેશન છેલ્લા ઘણાં સમયથી યુવતીઓમાં ભારે પ્રિય થઈ પડી છે.ઓફ શોલ્ડર સિવાય હાલ્ફ કટ કોલ્ડ શોલ્ડર પણ યંગ યુવતીઓમાં આજકાલ ફેમસ બની રહી છે. ઓફ શોલ્ડરની ઘણી બધી […]

Fashion & Beauty Lifestyle
ra કોલ્ડ શોલ્ડર આજકાલ છે હીટ,પાર્ટીમાં છવાઈ જવું હોય તો આ હેવી ડ્રેસ ટ્રાય કરો

અમદાવાદ

સતત બદલાયા કરતી ફેશનમાં થોડા થોડા સમયે ટ્રેન્ડ પાછો આવતો હોય છે.આપણે જો  ઓફ શોલ્ડરની  જ વાત કરીએ તો એક સમયમાં  મોટાભાગે બ્લાઉઝમાં  જોવા મળતી  આ ફેશન છેલ્લા ઘણાં સમયથી યુવતીઓમાં ભારે પ્રિય થઈ પડી છે.ઓફ શોલ્ડર સિવાય હાલ્ફ કટ કોલ્ડ શોલ્ડર પણ યંગ યુવતીઓમાં આજકાલ ફેમસ બની રહી છે.

ઓફ શોલ્ડરની ઘણી બધી પેટર્ન છે.કોલ્ડશોલ્ડર આજકાલ હીટ છે.કોલ્ડ શોલ્ડરમાં  માત્ર ખભાનો ભાગ જ દેખાય છે. આપેટર્નમાં   સ્લીવલેસ ટોપ જેવી  ડિઝાઈન બનાવ્યા પછી ખભાથી લઈને  હાથનો લગભગ છ ઈંચ જેટલો   ભાગ ખુલ્લો મૂક્યા પછી કોણી  સુધી બાંયબનાવવામાં આવે છે. આમ તેમાં જ બાંય હોવા છતાં ખભા ખુલ્લાં દેખાતા હોવાથી આપેટર્નને કોલ્ડ શોલ્ડર કહેવામાં આવે છે.

 

 

જો  તમને ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવાનું મન થતું હોય, છતાં તેની લો નેકલાઈન કારણે શરમ અનુભવતા હો તો આ  પેટર્ન તમારા માટે ઉત્તમ છે. સ્ટલ્ટિ ઓફ-શોલ્ડરની  નેકલાઈન વધારે પડતી નીચે નથી હોતી. અને તેના સ્ટ્રેપ્સ ખભાની  બરાબર નીચેના ભાગ પર બેસી જાય છે. જો કે આ પેટર્નનું  ટોપ ટાઈટ હોવું જરૃરી છે. આ પેટર્ન  ઘેરવાળા ટૂંકા સ્કર્ટ પર સુંદર લાગે છે.

સ્ટલ્ટિ ઓફ શોલ્ડર  :   

જો  તમને ઓફ શોલ્ડર ડ્રેસ પહેરવાનું મન થતું હોય, છતાં તેની લો નેકલાઈન કારણે લજ્જા અનુભવતા હો તો આ  પેટર્ન તમારા માટે ઉત્તમ છે. સ્ટલ્ટિ ઓફ-શોલ્ડરની  નેકલાઈન વધારે પડતી નીચે નથી હોતી. અને તેના સ્ટ્રેપ્સ ખભાની  બરાબર નીચેના ભાગ પર બેસી જાય છે. જો કે આ પેટર્નનું  ટોપ  ચુસ્ત હોવં  જરૃરી છે. આ પેટર્ન  ઘેરવાળા ટૂંકા સ્કર્ટ પર ખૂબ જચે છે.

લો બ્રીજ :

જો કે આ પેટર્ન છેક વક્ષ:સ્થળ પાસેથી શરૃ થતી હોવાથી તેનું ફિટિંગ ત્વચાને ચોંટી જાય એવું હોય તે જરૂરી છે. આ ડિઝાઈન મોટાભાગે ગાઉનમાં જોવા મળે છે.આ પેટર્ન  ડેનિમ પર પહેરવામાં આવતાં  ફિટેડ ટોપમાં પણ સારી લાગે છે.આ પેટર્નનું ગાઉન  કે ટોપ પહેરતી વખતે હાંસડીના હાડકાંનું સૌંદર્ય ઉજાગર કરવા ગળામાં  કાંઈ ન પહેરવું. માત્ર કાનમાં  સરસ ઝુમખા પહેરી શકાય.  તેવી જ રીતે તેમાં પીઠનું સૌૈંદર્ય પણ દેખાય  એટલે વાળ ખુલ્લા રાખવાને બદલે જમણી અથવા  ડાબી, કોઈપણ એક બાજુ  ચોટલો વાળો. તમે ચાહો તો  ફ્રેન્ચ રોલ પણ બનાવી શકો. 

બગલથી  પણ નીચે શરૃ થતાં આ ડ્રેસમાં  ખભાથી છથી સાત ઈંચ જેટલી બાંય ખુલ્લી મૂક્યા પછી છેક કાંડા સુધી આવે એટલી લાંબી અને ખુલતી સ્લીવ્ઝ ધ્યાનાકર્ષક  બની રહે છે. આ ડ્રેસ હેવી પાર્ટી ડ્રેસ હોઈ તેને મોટા ફંક્શનમાં જ પહેરાય છે.

સ્પગેટી સ્ટ્રેપ :

જે યુવતીઓને ઓફ શોલ્ડર ડ્રેસ નીચે સરકી જશે એવો ભય સતાવતો હોય તેમને  માટે સ્પગેટી સ્ટ્રેપ અચ્છો વિકલ્પ છે. આ પેટર્નમાં  ઈલાસ્ટિકનો  ઉપયોગ કરવામાં નથી આવતો, પરંતુ તેના સ્ટ્રેપ્સ ટોપને નીચે સરકવા નથી દેતા. નેક લાઈનથી  શરૃ થયેલી ખુલતી સ્લીવ્ઝ ખભાથી  સાતેક ઈંચ નીચે આવતી હોવાથી  શોલ્ડર્સ ખુલ્લાં જ દેખાય છે. આ પેટર્ન જ્યોર્જટ ફેબ્રિકમાં  ખૂબ સુંદર લાગે છે.  આ સ્ટાઈલનું  ટોપ શોર્ટ્સ, મીની સ્કર્ટ કે ડેનિમ ઉપર પહેરી શકાય.