Valentine's Special/ ‘રોઝ ડે’ સાથે થઇ વેલેન્ટાઇન વીકની શરૂઆત, જાણો ગુલાબનો દરેક રંગ શું કહે છે?

‘રોઝ ડે’ એ વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ છે. આ દિવસે દરેક જણ રોજ એકબીજાને આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. દરેક વ્યક્તિ મોંઘી ભેટ આપે છે, પરંતુ જો તમે ગુલાબ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરો છો તેની વાત જ કંઇક જુદી છે.

Lifestyle
a 73 'રોઝ ડે' સાથે થઇ વેલેન્ટાઇન વીકની શરૂઆત, જાણો ગુલાબનો દરેક રંગ શું કહે છે?

ફેબ્રુઆરી મહિનો દરેક પ્રેમીઓ માટે ખૂબ જ વિશેષ હોય છે કારણ કે દર વર્ષે 14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઇન ડે’ એટલે કે પ્રેમનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આના એક અઠવાડિયા પહેલા, ‘વેલેન્ટાઇન વીક’ શરૂ થાય છે અને દરેક દિવસે જુદા જુદા ડે ઉજવવામાં આવે છે. 7 ફેબ્રુઆરીએ પહેલો દિવસ ‘રોઝ ડે’ છે અને આ દિવસે લોકો એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરવા માટે ગુલાબનું ફૂલ આપે છે. જો તમે પણ કોઈને ગુલાબનું ફૂલ આપવા જઇ રહ્યા છો, તો પહેલા જાણો ગુલાબ કયા સંકેત આપે છે.

‘રોઝ ડે’ એ વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ છે. આ દિવસે દરેક જણ રોજ એકબીજાને આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. દરેક વ્યક્તિ મોંઘી ભેટ આપે છે, પરંતુ જો તમે ગુલાબ આપીને તમારો પ્રેમ વ્યક્ત કરો છો તેની વાત જ કંઇક જુદી છે.

લાલ ગુલાબ

લાલ રંગ પ્રેમનુ પ્રતીક છે અને એટલા માટે જો કોઈને કહેવુ હોય તો લાલ ગુલાબથી સારી કોઈ ના તો કોઈ ગિફ્ટ છે અને ના કોઈ રીત. લાલ ગુલાબ માત્ર પ્રેમની વાત કરે છે બીજુ કંઈ નહિ.

લાલ ગુલાબ valentine week

પીળુ ગુલાબ

જો તમારા મનમાં કોઈની સાથે દોસ્તી કરવાની ઈચ્છા હોય તો તમે એ વ્યક્તિ પાસે યલો રોઝ એટલે કે પીળુ ગુલાબ લઈને જાવ. જુઓ તમારી સાથે દોસ્તીને મંજૂર કર્યા સિવાય એ વ્યક્તિ પાસે બીજો કોઈ વિકલ્પ નહિ રહે. પીળુ ગુલાબ દોસ્તીનુ પ્રતીક છે.

પીળુ ગુલાબ valentine week

સફેદ ગુલાબ

જો તમારો કોઈ મિત્ર કે કોઈ પોતાનુ ઘણા દિવસોથી નારાજ હોય, ઘણા સમયથી વાત ન કરી રહ્યા હોય તો આજના દિવસથી વધુ સારો કોઈ દિવસ નહિ હોય તેને મનાવવાનો. તમે એની પાસે સફેદ ગુલાબ લઈને જાવ અને દિલથી સૉરી બોલો, સફેદ ગુલાબ માફીનુ પ્રતીક છે.

સફેદ ગુલાબ valentine week

ગુલાબી ગુલાબ

જો તમારુ દિલ કોઈને ચાહે છે પરંતુ હજુ સુધી તમે તમારા દિલની વાત તેને નથી કરી તો આજનો દિવસ પોતાના દિલની વાત કહેવાનો સૌથી મુબારક દિવસ છે. તમે પિંક કલરનુ રોઝ એટલે કે ગુલાબી ગુલાબથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરો. પિંક ગુલાબ પ્રપોઝ કરવા માટે બેસ્ટ હોય છે.

ગુલાબી ગુલાબ valentine week

લવંડર ગુલાબ

લવંડર રંગીનું ગુલાબ સરળતાથી નથી મળતું અને તમારે આ રંગનું ગુલાબ શોધવા માટે સખત મહેનત કરવી પડી શકે છે. પરંતુ, આ ગુલાબ ભેટ કરીને, તમે સામેની વ્યક્તિને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

 લવંડર ગુલાબ valentine week

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ