Try Tricks/ ઘરની સફાઈ કરવાનો કંટાળો આવે ત્યારે કરો આ કામ

ઘણી ટ્રીક એવી હોય છે, જેના કારણે લોકોનો ઘણો સમય પણ બચે છે.

Fashion & Beauty Lifestyle
home clean ઘરની સફાઈ કરવાનો કંટાળો આવે ત્યારે કરો આ કામ

ઘરની સફાઈ કઈ રીતે કરવી તે જાણો- ઘરની સફાઈ કરવી એ ખૂબ જરૂરી હોય છે. કારણ કે સાફ અને સ્વચ્છ ઘર બધાને ગમતું હોય છે. તેમજ ઘરને સફાઈ કરવાની રીત બધાની અલગ અલગ હોય છે. પણ ઘણી ટ્રીક એવી હોય છે, જેના કારણે લોકોનો ઘણો સમય પણ બચે છે.

ધૂળ પાછળ થી ન ખંખેરવી જોઈએ- આ આદત મોટા ભાગના લોકોમાં જોવા મળતી હોય છે .ઘણા લોકો પહેલા કચરા પોતા કરે છે અને પછી પાછળથી ધૂળ ખંખેરતા હોય છે.પરંતુ જો આમ કરવામાં આવે તો તેમની મહેનત પર પાણી ફરે છે. પહેલા કચરા પોતા કરી નાખીએ અને પછી જાપટવાથી ધૂળ નીકળે છે જે ઉડી જમીન અને સમાન પાર ચોંટી જાય છે. તેથી કચરા-પોતા કરતાં પહેલા જ ધૂળને ખંખેરી નાખવી જોઈએ.

સફાઈ માટે અલગ-અલગ સ્વચ્છ કપડાં રાખો- સફાઈ દરમિયાન ઘણા લોકોને એવી ટેવ પણ જોવા મળતી હોય છે કે એક કપડાં થી જ બધું સાફ કરતા હોય છે .જે કપડાં થી ટીવી સાફ કરતા હોય છે તેજ કપડાથી જ બીજી વસ્તુઓ સાફ કરતા હોય છે .જેનાથી એક જગ્યાથી સાફ કરેલી ધૂળ બીજી જગ્યાએ ચોંટતી જોવા મળે છે.

home clean1 ઘરની સફાઈ કરવાનો કંટાળો આવે ત્યારે કરો આ કામ

દરેક ચીજોની સ્વચ્છતા કરવી- આ ઉપરાંત સ્ટીલના વાસણોને પણ સીધા કપડાથી સાફ કરવા જોઈએ. સાફ સફાઈ કરતી વખતે નાની વસ્તુની પણ સફાઈ કરવી જરૂરી હોય છે. જેમ કે ટીવી રિમોટ, બલ્બ, ખુરશી વગેરે ની સફાઈ કરવી પણ જરૂરી છે, નહીંતર તે ખરાબ લાગશે.

રસોડાની સફાઈ- રસોડામાં સફાઈ કરતી વખતે પહેલા સ્ત્રીઓ પહેલા પ્લેટફોર્મ સાફ કરે અને પછી વાસણ સાફ કરતા હોય છે પરંતુ પહેલા વાસણ સાફ કરી તેને ગોઠવી દેવા જોઈએ અને તે પછી પ્લેટફોર્મ સાફ કરવું જોઈએ

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?