Not Set/ ઉનાળાથી ત્રાસ્યા છો, તો કાકડી ખાવો અને મસ્ત રહો

હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને તમારા મારા દરેકના શરીર પાણીની કમી મહેસુસ કરી રહ્યાં છે.ઉનાળામાં લોકોને ડીહાઇડ્રેશન થવાની પણ સમસ્યા વધુ રહે છે,ત્યારે આવા કાળઝાળ સમયે કાકડીનું મહત્વ વધી જાય છે. કાકડી પણ ઉનાળાની ઋતુ માટે બેસ્ટ વિકલ્પ છે. કાકડી ખાવાથી શરીરમાં પાણીની ઉણપ ઊભી થતી નથી. તેનાથી ત્વચા પણ સારી રહે છે અને […]

Health & Fitness Lifestyle
tgt 33 ઉનાળાથી ત્રાસ્યા છો, તો કાકડી ખાવો અને મસ્ત રહો

હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને તમારા મારા દરેકના શરીર પાણીની કમી મહેસુસ કરી રહ્યાં છે.ઉનાળામાં લોકોને ડીહાઇડ્રેશન થવાની પણ સમસ્યા વધુ રહે છે,ત્યારે આવા કાળઝાળ સમયે કાકડીનું મહત્વ વધી જાય છે.

કાકડી પણ ઉનાળાની ઋતુ માટે બેસ્ટ વિકલ્પ છે. કાકડી ખાવાથી શરીરમાં પાણીની ઉણપ ઊભી થતી નથી. તેનાથી ત્વચા પણ સારી રહે છે અને શરીરને ઠંડક પણ કાકડી પૂરી પાડે છે.

khira cucumber 7 ઉનાળાથી ત્રાસ્યા છો, તો કાકડી ખાવો અને મસ્ત રહો

કાકડીમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ તેમજ મેગ્નેનિશયમ હોય છે. તેનું સેવન નિયમિત કરવાથી ડિહાઈડ્રેશન થતું નથી.

આયુર્વેદના કહેવા પ્રમાણે  ગરમીના દિવસોમાં કાકડી ત્વચાને સુંદર બનાવે છે સાથે સાથે શરીરમાંથી પિત્તને દૂર કરે છે.

નિષ્ણાતો કહે છે કે ઉનાળામાં કાકડીને સલાડ તરીકે અથવા તો રાયતું બનાવી તેનું સેવન કરવું જોઈએ. રોજ કાકડી ખાવાથી ઉનાળામાં ગરમી લાગતી નથી. આ ઉપરાંત કાકડી ખાવાથી પાણીની તરસ પણ છીપાય છે. કાકડીનો જ્યૂસ બનાવી પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે.

Image result for કાકડી ખાવી અને મસ્ત રહો

કાકડીમાં પોટેશિયમ હોય છે જે હાઈ બીપીના રોગી માટે ફાયદાકારક હોય છે. કાકડીનું સેવન કરવાથી શુગરનું સ્તર કંટ્રોલમાં રહે છે.

જેને વારંવાર ભુખ લાગતી હોય તેમણે ઉનાળામાં કાકડી ખાવી જોઈએ. કાકડીમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે તેથી તેને વારંવાર ખાવાથી પણ વજન વધશે નહીં.

Image result for cucumber

ગરમીમાં પાચનક્રિયા બરાબર થતી ન હોય તેવા લોકો કાકડી ખાય તો તેમની પાચનક્રિયા સુધરશે.કાકડી પેટના પિત્ત સહિતની તમામ સમસ્યા દૂર કરે છે. પેટની કબજિયાત, એસીડિટી, ગેસ, છાતીમાં બળતરા જેવી તકલીફો કાકડીનું સેવન કરવાથી દૂર થાય છે.