Rajkot Gaming Zone Fire/ ‘આ લોકોને જામીન મળ્યાં તો હું તેમને મારી નાખીશ’

રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડે અનેક કુટુંબનો માળા વિખેરી નાખ્યા છે. આ અગ્નિકાંડમાં હજી પણ કેટલાય સ્વજનોની ઓળખ થઈ શકી નથી. આ સંજોગોમાં પ્રદીપસિંહ ચૌહાણ નામના પિતાની વેદના બહાર આવી છે.

Gujarat Top Stories Rajkot Breaking News
Beginners guide to 69 1 ‘આ લોકોને જામીન મળ્યાં તો હું તેમને મારી નાખીશ’

Rajkot News: રાજકોટના ટીઆરપી ગેમઝોન (TRP Gamezone Fire) ના અગ્નિકાંડે અનેક કુટુંબનો માળા વિખેરી નાખ્યા છે. આ અગ્નિકાંડમાં હજી પણ કેટલાય સ્વજનોની ઓળખ થઈ શકી નથી. આ સંજોગોમાં પ્રદીપસિંહ ચૌહાણ (Pradip Chauhan) નામના પિતાની વેદના બહાર આવી છે.

પ્રદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે મારા કુટુંબના આઠ સભ્યો ગયા હતા. તેમાથી ત્રણના મોત થયા છે અને મારા દીકરા સહિત પાંચ હજી પણ લાપતા છે. આ લોકો જામીન પર છૂટશે તો હું મારી નાખીશ. આ લોકોને ફાંસી થવી જોઈએ.

મારા કુટુંબના આઠ જણા ચાર વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. તેઓ ત્યાં પહોંચ્યાના 15થી 20 મિનિટની અંદર જ આ હોનારત થઈ હતી. મારા કુટુંબના ત્રણ સભ્યો હતા. તેમાથી ફોન આવ્યો હતો કે આગ લાગી છે. પરથી ધુમાડા થાય છે. ફાયર બ્રિગેડ કે કોઈ આવ્યું નથી અને કોઈ કંઈ જવાબ આપતા નથી. 20થી 25 લોકો હતા તે દરવાજો બંધ કરીને નીકળી ગયા હતા.

આ લોકોએ બીજા ફ્લોર પર 1,500 લીટર ડીઝલ રાખ્યુ હતુ. ગો કાર્ટ ચાલે છે તેમા વાપરવા માટે 1,200થી 1,300 લિટર પેટ્રોલ રાખ્યુ હતુ. નીચે વેલ્ડિંગનું કામ ચાલતુ હતુ. તેઓએ ઉપરનો ફ્લોર ચાલુ કરી દીધો. વેલ્ડિંગનો તણખો પડતાં જ બ્લાસ્ટ થયો છે. કોઈને બચવાની તક સુદ્ધા મળી નથી. 45 સેકન્ડમાં જ બધુ બળી ગયું હતું. ચાર વર્ષથી તેમની પાસે કોઈ ફાયર એનઓસી નથી. 99 રૂપિયાની સ્કીમ એ લોકોએ રાખી હતી. તેના લીધે જરૂર કરતાં વધુ પબ્લિક ત્યાં આવી ગઈ હતી.

મારી માંગ છે કે સરકાર કાં તો તેમને ફાંસીની સજા આપે. તેમને કેસ કી ન લડે.  કોઈને વધારે રૂપિયા જોઈતા હોય તો એ લોકોને કેસ લડવા માટે જે ફી થતી હોય તેનાથી બે લાખ રૂપિયા હું વધારે આપીશ. પણ કોઈ આમનો કેસ લડે નહી. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મને જે સરકારી સહાય મળશે તેની હું જેને જરૂર છે તેને આપી દઇશ. આ લોકો જામીન પર બહાર દેખાયા તો આ લોકોને હું મારી નાખીશ. મારી આગળપાછળ કોઈ નથી. બધુ આમા જતું રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

આ પણ વાંચો: ગેમઝોનના પાર્ટનરો દ્વારા જરૂરી મંજુરી મુદ્દે પોલીસ કમિશનર થોથવાયા

આ પણ વાંચો: ગેમિંગ ઝોનમાં આગની ભયાનકતાનું કારણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં NOC વગર ધમધમી રહેલાં 6 ગેમ ઝોન કરાયા બંધ