Heat Wave/ હીટસ્ટ્રોકથી 2નાં મોત, શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો આસમાને……

Top Stories Gujarat Vadodara Breaking News
Image 2024 05 26T134231.670 હીટસ્ટ્રોકથી 2નાં મોત, શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો

Gujarat News: ગુજરાતમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ બાદ હવે યલો એલર્ટ આપ્યું છે. અમદાવાદ શહેરમાં હીટસ્ટ્રોકને કારણે દાખલ બે દર્દીનાં મોત થયા છે. વડોદરામાં શબવાહિનીની માગમાં પણ વધારો થયો છે તેમ જાણવા મળી રહ્યું છે. આજની તારીખ સુધીમાં 300થી વધુ ફોન ફાયરબ્રિગેડને મળ્યા હોવાનું આવતાં આંચકો પણ મળ્યો છે.

અમદાવાદ શહેરમાં દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. હીટસ્ટ્રોકના કારણે એક દિવસમાં બે દર્દીઓનાં મોત નિપજ્યા છે. 35 અને 55 વર્ષીય દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.

લૂ લાગવા, માથાના દુ:ખાવા, બેભાન થવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. હોસ્પિટલોમાં ગરમીના કારણે લૂ, હીટસ્ટ્રોકના કેસો વધુ આવે છે. સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હીટવેવની આગાહી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આજે પણ રેડ એલર્ટ, 20 જીલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાત યુનિ.માં આ વખતે પ્રવેશ વખતે થશે ધાંધિયા, વિદ્યાર્થીઓ હેરાનગતિની તૈયારી રાખે

આ પણ વાંચો: ફાર્મસીમાં રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 20 જુન સુધી લંબાવાઈ