અફઘાનિસ્તાનમાં અમેરિકા સતત શક્ય તેટલી વહેલી તકે લોકોને અહીંથી બહાર કાઠવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેને 31 ઓગસ્ટ સુધીમાં અમેરિકામાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લેવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં તમામ અમેરિકન નાગરિકોને 31 ઓગસ્ટ સુધીમાં અહીંથી બહાર કાઠવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પરંતુ કાબુલ એરપોર્ટની બહાર હાલ પરિસ્થિતિ કથળી રહી છે અને કાબુલમાં અમેરિકી દૂતાવાસે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો – દુર્ઘટનાગ્રસ્ત / ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઈસન વિમાન રાજસ્થાનનાં એક ગામમાં ક્રેશ
સુરક્ષા અંગે, ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ અમેરિકન નાગરિકો જે કાબુલ એરપોર્ટનાં એબી ગેટ, ઈસ્ટ ગેટ અથવા નોર્થ ગેટ પર હોય તેઓ તુરંત જ નીકળી જાય. યુએસ એમ્બેસી દ્વારા કહેવામાં આવ્યું છે કે, કાબુલ એરપોર્ટની બહાર સુરક્ષાનું નોંધપાત્ર જોખમ છે, તેથી અમે અમેરિકન નાગરિકોને સલાહ આપીએ છીએ કે તેઓ એરપોર્ટ પર મુસાફરી ન કરે, તેઓએ આ સમયે એરપોર્ટ ગેટ પર ન જવું જોઈએ જ્યાં સુધી ત્યાં અમેરિકન સરકારનાં કોઇ પ્રતિનિધિ દ્વારા તમને તે કરવા માટે પરવાનગી આપવામાં ન આવે.
આ પણ વાંચો – અફઘાનિસ્તાન કટોકટી / અફઘાનિસ્તાન પર ભારતનું પગલું શું હશે? કેન્દ્ર સરકાર દ્વારા આજે સર્વપક્ષીય બેઠક બોલાવાશે
પેન્ટાગોનનાં પ્રેસ સેક્રેટરી જોન કિર્બીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તાલિબાનોએ ચેકપોઇન્ટ પર તેમની સુરક્ષા વધારી દીધી છે અને હવે ભીડ નિયંત્રણ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઇ ગયા છે. તેમણે કહ્યું કે, અહીં દરરોજ એક અલગ દિવસ છે અને ગઈકાલે અમને જાણવા મળ્યું કે અગાઉનાં દિવસોની સરખામણીમાં ભીડ લગભગ અડધી હતી. કિર્બીએ કહ્યું કે અમે હજુ પણ અફઘાનિસ્તાનમાં ભીડ જોઈ નથી જે ખાલી કરાવવાની પ્રક્રિયાનાં શરૂઆતનાં દિવસોમાં હતી. આનું એક કારણ એ છે કે અલબત્ત તાલિબાનોએ એરપોર્ટની આસપાસ પ્રવેશ અને નિયંત્રણને મજબૂત બનાવ્યું છે. કિર્બીએ કહ્યું કે 31 ઓગસ્ટ સુધી કાબુલ એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી માત્ર અમેરિકાની છે. યુએસ એમ્બેસી હાલમાં એરપોર્ટ પરિસરમાંથી કાર્યરત છે.