અમદાવાદ/ ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર દોઢ માસમાં જ 28 લાખનો ઓનલાઇન દંડ વસુલાયો

ત્યારે યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમને આવકારી રહ્યા છે પરંતુ બીજી તરફ મોટી ઉંમરના લોકો તેની નકારી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.
Pos મશીનથી શહેરમાં લોકોના ટ્રાફિક પોલીસ સાથેના ઘર્ષણો ઓછા થયા છે

Ahmedabad Gujarat
Untitled 307 ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર દોઢ માસમાં જ 28 લાખનો ઓનલાઇન દંડ વસુલાયો

દેશ ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યો છે.  ત્યારે  હવે ગુજરાત  પણ ધીમે ધીમે ડિજીટલ બની રહ્યું છે . ત્યારે  હવે પોલીસ પણ  હવે  ડીજીટલ  બની ગયા છે . રાજ્ય માં  મોટા ભાગ ના  શહેરોમાં  મોટા ભાગ ની પોલીસ  ડીજીટલ  બની ગઈ છે .  અમદાવાદ ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. પોલીસ પણ હવે pos મશીન દ્વારા ઓનલાઇન ટ્રાફિક દંડ વસુલે છે. જેને લઈને હવે દંડ ભરવામાં આનાકાની કે બહાના ઓછા થઈ ગયા છે. પરંતુ હજુ પણ આધેડ વયના લોકો ઓનલાઇન દંડ ભરવામાં આનાકાની કરે છે.

યંગસ્ટર્સ ડિજિટલ માધ્યમ દ્વારા જ ઓનલાઇન દંડ ભરવાનુ પસંદ કરે છે. જેથી પોલીસને pos મશીન આપ્યાને દોઢ મહિનામા 28 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. તો હવે 45 ટકા લોકો ડિજિટલ માધ્યમ દ્વારા દંડ ભરે છે.

આ પણ  વાંચો :ભારતીય વાયુસેનાનું મિગ-21 બાઈસન વિમાન રાજસ્થાનનાં એક ગામમાં ક્રેશ

અગાઉ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાને સીસીટીવી દ્વારા ઈ-મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે હવે POS મશીન દ્વારા સ્થળ પર જ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનના ભંગ બદલ દંડ વસુલે છે ત્યારે હાલમાં 200 મશીન પોલીસને આપવામાં આવ્યા છે. જેમાંથી 135 મશીન કાર્યરત છે. ત્યારે પહેલા લોકો પૈસા નથી જેવા અવનવા બહાના બનાવીને દંડ ભરતા ન હતા.

પરંતુ હવે સ્થળ પર જ પોલીસ દ્વારા ઓનલાઇન દંડ વસુલવામાં આવે છે. ત્યારે હજુ પણ કેટલીક તકલીફો સામે આવી રહી છે તેને દૂર કરવા POS મશીનમાં QR કોડ વિકલ્પનો ઉમેરો કરવામાં આવશે. જેથી કરીને દંડ સરળતાથી ભરી શકાય. આ ઉપરાંત પોલીસ સાથેના જે ઘર્ષણો થતા હતા તે હવે ઓછા જોવા મળે છે. ત્યારે pos મશીન દ્વારા અત્યારસુધી 28 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

દોઢ માસમા અમદાવાદમા POS મશીન હોવા છંતા 60 લાખનો રોકડમા દંડ વસુલાયો છે. જયારે POS મશીનમા 28 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે માત્ર હજુ 45 ટકા લોકો જ POS મશીન દ્વારા દંડ ભરે છે.ત્યારે છેલ્લા એક વર્ષમાં 5 કરોડથી પણ વધુ દંડ લોકોએ મોબાઈલ એપથી ભર્યો છે.

આ પણ વાંચો ;તાલિબાનીઓનાં હાથમાં આવ્યું અમેરિકન હેલિકોપ્ટર, કંધાર એરપોર્ટ પર ઉડાવતા જોવા મળ્યા