Not Set/ જામનગર: રિલાયન્સમાં તોતિંગ રોટર નીચે દબાઈ જતાં બંગાળી કામદારનું મોત 

જામનગર : જામનગર નજીક આવેલ ગ્રાસ રુટની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની રિલાયન્સમાં મજુરો અને કર્મચારીઓની સુરક્ષા સામે વધુ એક વખત સવાલો ઉઠયા છે. કંપની અંદરના ડીટીએમ એમએમસી એરિયામાં લોડર મશીનથી તોતિંગ રોટર ઉપરથી નીચે ઉતારવાની કામગીરી દરમિયાન રોટર નીચે પડ્યું હતું. જેના કારણે નીચે કામ કરી રહેલા એક બંગાળી કામદાર પર પડતા તેમનું મોઢું છુંદાઈ […]

Top Stories Gujarat Others Trending
Jamnagar: Death of a Bengali Worker in Reliance Refinery

જામનગર : જામનગર નજીક આવેલ ગ્રાસ રુટની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની રિલાયન્સમાં મજુરો અને કર્મચારીઓની સુરક્ષા સામે વધુ એક વખત સવાલો ઉઠયા છે. કંપની અંદરના ડીટીએમ એમએમસી એરિયામાં લોડર મશીનથી તોતિંગ રોટર ઉપરથી નીચે ઉતારવાની કામગીરી દરમિયાન રોટર નીચે પડ્યું હતું. જેના કારણે નીચે કામ કરી રહેલા એક બંગાળી કામદાર પર પડતા તેમનું મોઢું છુંદાઈ જતાં તેનું મોત નીપજયું હતું.

જામનગર નજીક ખંભાળિયા રોડ પર આવેલ રિલાયન્સ કંપનીમાં ગઈ કાલે વધુ એક ગોજારી ઘટના બનવા પામી હતી. જેમાં કંપનીમાં આવેલા ડીટીએમ એમએમસી એરિયામાં લોડર મશીનથી લોખંડના તોતિંગ રોટર નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન ગઈ કાલે સાંજે ચારેક વાગ્યાના સુમારે લોડર મશીનનો ડ્રાઈવર મશીનમા લોખંડનુ વજનદાર રોટર લઈને બાજુમાં ઉભેલા ટ્રેલર (ટ્રક)માં ચડાવવાની કામગીરી કરતો હતો.

આ સમયે એકાએક લોડર મશીનમાંથી લોખંડનુ વજનદાર રોટર અકસ્માતે છટકીને નીચે પડ્યું હતું. આ અચાનક છટકેલું તોતિંગ રોટર કંપનીમાં હેલ્પર તરીકેની નોકરી કરતા વિશ્વજીત વિદ્યુત મૈતી (ઉ.વ ૨૦) નામના (મૂળ રહેવાસી. નારાયણબડ, તા.કલ્યાણપુર, જિ. પશ્ચિમ મેદનીપુર, રાજ્ય વેસ્ટ બંગાળ) કર્મચારી પર પડ્યું હતું.

આ તોતિંગ રોટર યુવાન હેલ્પરના માથા પર જ પડતા તેનું માથુ છુંદાઈ ગયું હતું. આ ઘટના બાદ લોહી લુહાણ હાલતમાં જીવન મરણ વચ્ચે જોલા ખાતા યુવાન વિશ્વજીતને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે જામનગર હોસ્પિટલમાં સારવાર માટે પહોંચે તે પૂર્વે જ અર્ધ રસ્તે યુવાને દમ તોડી દીધો હતો.

રિલાયન્સ કંપનીમાં બનેલી વધુ એક જાનહાનીભરી ઘટનાને લઈને કંપની સામે અનેક સવાલો ઉઠ્યા છે. કંપની કામદારો અને કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા માટે બેદરકાર હોવાનું વધુ એક વખત સ્થાપિત થયુ છે. આ સંજોગોમાં તંત્ર આ બાબતને ગંભીરતાથી નોંધ લેશે કે પછી અન્ય બનાવની જેમ સામાન્ય ગણી લેશે? એ તો સમય જ બતાવશે. પણ વાસ્તવિક્તા એ છે કે એક જનેતાએ પોતાનો વહાલસોયો યુવાન પુત્ર ગુમાવ્યો છે.