Not Set/ નવરાત્રિમાં વેકિસનના બે ડોઝ લેનાર ઉજવણી કરી શકશે

મહામારી ને કાબૂમાં લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક પછી એક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે રાજ્યના આઠ મહાનગરોમાં આગામી નવરાત્રિને ધ્યાને લઇને કર્ફ્યુમાંથી અમૂક છૂટછાટ આપવામાં આવી છે

Gujarat Rajkot
Untitled 319 નવરાત્રિમાં વેકિસનના બે ડોઝ લેનાર ઉજવણી કરી શકશે

રાજ્ય માં  કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા હતી. જેમાં લાખો લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હતા.ત્યારે સરકાર દ્વારા કેસ નિયંત્રણ લાવવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જયારે હવે કેસ કોરોના ઘટતા નિયંત્રણ હળવા કરવામાં આવ્યા છે . જેમાં  મહામારી ને કાબૂમાં લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક પછી એક અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે ત્યારે રાજ્યના આઠ મહાનગરોમાં આગામી નવરાત્રિને ધ્યાને લઇને કર્ફ્યુમાંથી અમૂક છૂટછાટ આપવામાં આવી છે જે અંગેનું પોલીસ કમિશ્રર મનોજ અગ્રવાલે આજે જાહેરનામું બહાર પાડ્યું છે. જેની અમલવારી આજથી શરૂ કરી દેવામાં આવશે અને જાહેરનામું ઉલ્લઘંન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :સુરતમાં એક જ એપાર્ટમેન્ટમાંથી 9 પોઝિટિવ કેસ મળી આવ્યા

રાજકોટ સહિત રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં થોડી રાહત આપવામાં આવી છે. જેમાં રાત્રિ કર્ફ્યુ આજથી રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રહેશે તેમજ વેપારીઓ પોતાની દુકાન રાત્રીના 10 વાગ્યા સુધી ખૂલી રાખી શકશે. જ્યારે રેસ્ટોરન્ટો રાત્રીના 10 વાગ્યા સુધી 75% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે જ્યારે હોમ ડીલેવરી રાત્રીના 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

આ પણ વાંચો :રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી

જેમાં નીચે મુજબની છૂટછાટ આપવામાં આવી છે :

  1. જ્યારે જીમ 75%ની ક્ષમતા સાથે ગાઇડલાઇન પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે જ્યારે જાહેર બાગ-બગીચા રાત્રીના 10 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે.
  2. લગ્ન પ્રસંગમાં 400ની ક્ષમતા અને અંતિમ વિધીમાં 100 વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે રાજકીય, ધાર્મિક, શેરી ગરબામાં 400 વ્યક્તિ ઉ5સ્થિત રહી શકશે.
  3. આ ઉપરાંત કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ, સ્પર્ધાત્મક પરિક્ષામાં 50% વિદ્યાર્થીઓ બેંચ વાઇઝ ચાલુ રાખી શકાશે જ્યારે લાયબ્રેરી 75% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
  4. સિનેમા હોલ, ઓડીટોરીયમ, વોટર પાર્ક, સ્વીમીંગ પુલ 60% થી લઇને 75% ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે જો કે આ સ્પા સેન્ટરો બંધ રાખવાનો હુકમ કર્યો છે.
  5. સરકારી અને પ્રાઇવેટ બસમાં એ.સી.બસ 75% થી ક્ષમતા સાથે અને નોન એ.સી. બસ 100%ની ક્ષમતા સાથે પરિવહન કરી શકશે.

નવરાત્રિ દરમિયાન રાત્રીના 12 વાગ્યા સુધી શેરી, સોસાયટીમાં 400 વ્યક્તિની ક્ષમતા સાથે ઉજવણી કરી શકાશે. ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોના વેક્સીનના બે ડોઝ લીધેલ હોવા જોઇએ. જો કે કોર્મશીયલ, પાર્ટી પ્લોટ, ક્લબ ગરબાને મંજૂરી આપવામાં આવી નથી.