Surat/ મની લોન્ડરિંગ એક્ટ મામલે BJP નેતા PVS શર્માની વધી મુશ્કેલીઓ

ભાજપના પૂર્વ શહેર ઉપ-પ્રમુખ  અને ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા હવે પીવીએસ શર્મા વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Gujarat Surat
a 345 મની લોન્ડરિંગ એક્ટ મામલે BJP નેતા PVS શર્માની વધી મુશ્કેલીઓ

ભાજપના પૂર્વ શહેર ઉપ-પ્રમુખ  અને ઈન્કમ ટેક્સ વિભાગના પૂર્વ અધિકારી પીવીએસ શર્માની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા હવે પીવીએસ શર્મા વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, ન્યૂઝ પેપરોના સર્ક્યૂલેશનના આંકડાઓ વધારે દર્શાવીને કેન્દ્ર સરકારની એજન્સી પાસેથી 2.70 કરોડ રૂપિયાની જાહેરાતો  તેમજ રો મટિરિયલની ખરીદીમાં પણ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ.ગુરુવારે અમદાવાદની ખાસ મની લોન્ડરિંગ એક્ટ હેઠળની કોર્ટમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પહેલા અગાઉ આવકવેરા વિભાગ દ્વારા પણ શર્મા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં કેસ નોધવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે પીવીએસ શર્મા સામે અગાઉ આઇટીએ દરોડા પાડી તેમના બે ન્યૂઝપેપરના સર્ક્યુલેશનના આંકડામાં ગોટાળા હોવાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ ઇડીએ પણ તપાસ શરૂ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો