- 2016ની બેચના IPS અધિકારી દિલ્હી પ્રતિનિયુક્તિ પર
- IPS અમિત વસાવાને મળી CBIમાં SP તરીકે પ્રતિનિયુક્તિ
Ahmedabad News: રાજ્યમાં હાલ પોલીસ વિભાગમાં બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક IPS અધિકારી એસ.પી અમિત વસાવાને દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર CBIમાં મોકલવામાં આવ્યા છે.પાંચ વર્ષ માટે સીબીઆઇમાં એસ.પી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.અમિત વસાવા CBIમાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં IPS કેડરમાં ઘણાં અધિકારીઓના પોસ્ટીંગને લઈ ચર્ચાઓનો દૌર શરૂ થયું હતો. લોકસભાની ચૂંટણી પહેલા અનેક અધિકારીઓના પોસ્ટને લઈ સમાચારો સામે આવી રહ્યા હતા. ત્યારે આજે વધુ એક IPS ને દિલ્હી મોકલવામાં આવ્યા છે. જેને લઈ હવે અમદાવાદ રૂરલ એસપી તરીકેની જગ્યા ખાલી થવા જઈ રહી છે.

આ પોલીસકર્મીમાં કોન્સ્ટેબલ અને અન્ય અધિકારીઓ પર પગલા લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓની પોલીસ રેકોર્ડ પર તેમની હાજરી રહેતી હતી પણ ફિઝિકલ રીતે તે કોઈપણ રીતે કામગીરીમાં હાજર રહેતા ન હતા જેથી તેમના પર કડક પગલા લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:ઉધના-ઈન્દોર વચ્ચે શરૂ થશે વંદે ભારત એક્સપ્રેસ, ટાઈમ ટેબલ જાહેર
આ પણ વાંચો:અમદાવાદમાં હોટલનું ભાડું 1 લાખને પાર, ફ્લાઇટની ટિકિટ પણ મોંઘી
આ પણ વાંચો:સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલા ચેતજો, SMC આપશે હવે ઇ-મેમો
