Vadodara News : વડોદરાના તાંદલજા વિસ્તારમાં ફર્નિચરની દુકાનમાં રૂપિયા લેતી-દેતી(Transaction)ના મામલે ઉગ્ર બબાલ સર્જાતા હિંસક બનાવ બન્યો હતો. સનફાર્મા રોડ પર આવેલી લેન્ડમાર્ક ફર્નિચર દુકાનમાં થયેલી આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો.
માહિતી અનુસાર, રૂપિયા લેતી-દેતી (Transaction)અંગે થયેલી બોલાચાલી દરમિયાન ચાર જેટલા ઇસમોએ દુકાન માલિક સાથે ઉગ્ર વાદવિવાદ કર્યો હતો. વાત વધતા હુમલાખોરોએ ખુરશી અને લાકડાના ફટકાથી દુકાન માલિક પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, દુકાનમાં ભારે તોડફોડ પણ કરવામાં આવી હતી.

રૂપિયાની લેતી-દેતી (Transaction) બાદ અચાનક ઘટના બની
હુમલાખોરોએ દુકાનની બહાર પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે દુકાનમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવા તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
