Kutchh News : ગુજરતના વિવિધ ઠેકાણેથી નશીલા પદાર્થનો જથ્થો પકડાવાનું બંધ થતું નથી. આવા જ ક બનાવમાંકચ્છના ક્રીક વિસ્તારમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે.આ બનાવની વિગત મુજબ કચ્છના ક્રીક વિસ્તારમાં ડ્ગર્સની હેરાફેરી થતી હોવાથી બીએસએફના જવાનો સતત પેટ્રોલિંગ કરતા હોય છે. દરમિયાન જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરતા તેમને અંદાજે 150 કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો હતો.
આ ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન અને ચરસ જેવા નશીલા પદાર્થના અલગ અલગ પેકેટ મળી આવ્યા હતા. જેમાં જવાનોએ એક સપ્તાહમાં 150થી વધુ પેકેટ જપ્ત કર્યા હતા.
હજાપણ આ વિસ્તારમાંતી ડ્રગ્સનો જથ્થો મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જેને પગલે બીએસએફના જવાનો ખાડી વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી
આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે
