Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીમાં થયો ઘટાડો, મોટાભાગના જિલ્લામાં તાપમાન 1- 2 ડિગ્રી ઉચકાયું

છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આગામી 24 કલાકમાં શુષ્ક હવામાનની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે ઠંડીનો પારો નીચે ગયો છે.

Top Stories Gujarat Breaking News
ઠંડીમાં થયો ઘટાડો

Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે  મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી ઉચકાયું છે. જેમાં નલિયામાં સૌથી વધુ 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બરથી ઠંડી વધશે, 4 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

 પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાતા ઠંડીથી આંશિક રાહત

ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અમદાવાદમાં 20.8 ડિગ્રી, ભુજમાં 15.6 ડિગ્રી, કંડલામાં 15.8 ડિગ્રી, રાજકોટ (Rajkot) અને પોરબંદરમાં 16 ડિગ્રી, કેશોદમાં 16.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં (Surendranagar) 18.5 ડિગ્રી, ડીસામાં 17.8 ડિગ્રી, વેરાવળમાં 19.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 20.2 ડિગ્રી, ભાવનગરમાં 20.6 ડિગ્રી અને વડોદરામાં 20.8 ડિગ્રી તાપમાન રહેશે.

30 નવેમ્બર સુધી અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ચક્રવાત પહેલાની ચેતવણી જારી કરી છે. જેમાં શ્રીલંકામાં પોટ્ટુવિલ નજીક તોફાન રચાશે. IMD ચક્રવાત દિત્વાહ ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 30 નવેમ્બર સુધીમાં તમિલનાડુ-પુડુચેરી પહોંચશે.

આગામી દિવસોમાં હજી પણ ઠંડીમાં વધારો થશે

છેલ્લા 24 કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં (Temperature) ઘટાડો થયો છે. આગામી 24 કલાકમાં શુષ્ક હવામાનની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો નીચે ગયો છે. આગામી 48 કલાકમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, સવારે તીવ્ર ઠંડી, બપોરે હળવો સૂર્યપ્રકાશ અને સાંજે ઠંડી ફરી વળશે. ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. તાપમાનમાં વધઘટને કારણે લોકોમાં શરદી, ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે.

ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે, રાજસ્થાનમાં લોકો સૌથી વધુ ઠંડીનો સામનો કરી રહ્યા છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડી શરૂ થઈ ગઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી