US-Israel Iran War Update: મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) હવે સંપૂર્ણ રીતે યુદ્ધના જ્વાળામુખી પર બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈરાને એકસાથે 7 દેશોને ટાર્ગેટ કરતા હાહાકાર મચી ગયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને UAE (સંયુક્ત આરબ અમીરાત) અને કુવૈતે મોટો નિર્ણય લેતા પોતાનું એરસ્પેસ (હવાઈ ક્ષેત્ર) તાત્કાલિક અસરથી બંધ કરી દીધું છે.

ઈઝરાયેલમાં સાયરનો ગુંજી: ‘પ્રોએક્ટિવ એલર્ટ’ જાહેર
ઈઝરાયેલે ઈરાન સામે મોટી સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે પોતાના નાગરિકો માટે ‘પ્રોએક્ટિવ એલર્ટ’ જાહેર કર્યું છે અને દેશભરમાં સાયરનો વગાડી લોકોને સતર્ક રહેવા સૂચના આપી છે. આ યુદ્ધમાં અમેરિકા પણ ખૂલીને ઈઝરાયેલની પડખે આવ્યું છે. મિડલ ઈસ્ટમાં હવે ‘ફૂલ સ્કેલ વોર’ (Full Scale War) છેડાઈ ગઈ છે.

US-Israel Iran War: અમેરિકન બેઝને બનાવ્યા નિશાન
ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને પણ ભયંકર પલટવાર કરતા મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકન સૈન્ય અડ્ડાઓને (Airbases) નિશાન બનાવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ઈરાને કુલ ૭ જેટલા દેશો અને મહત્વના સ્થળો પર હુમલા કર્યા છે, જેમાં મુખ્યત્વે ઈઝરાયેલ, યુએઈ (UAE) ના અબુ ધાબીમાં આવેલ અમેરિકન બેઝ, સાઉદી અરેબિયાના રિયાધ, જોર્ડન સ્થિત અમેરિકન એરબેઝ અને કુવૈતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અન્ય પાડોશી વિસ્તારો કે જ્યાં અમેરિકન સૈન્યની હાજરી છે, ત્યાં પણ ઈરાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

UAE અને કુવૈતનું આકાશ સૂમસામ: ફ્લાઈટ્સ પર રોક
ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓને જોતા UAE સરકારે મોટો નિર્ણય લીધો છે. પેસેન્જર ફ્લાઈટ્સ અને નાગરિકોની સુરક્ષા માટે UAE એ પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. આ ઉપરાંત કુવૈતે પણ ઈરાનના આક્રમક વલણને જોતા પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર પર મોટી અસર પડી છે.
આ પણ વાંચો:ઇઝરાયલ સાથે યુદ્ધ બંધ થતાં ઇરાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલ્યું, પશ્ચિમ એશિયા માટે ફ્લાઇટ્સ શરૂ થઈ
આ પણ વાંચો:ઇઝરાયલે કુખ્યાત એવિન જેલમાં ભયંકર વિનાશ મચાવ્યો હતો, ઇરાને યુદ્ધ પછી કબૂલાત કરી
