Rashibhavishya/ આજે આ રાશિના જાતકોના જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya)  ૦૨-૦૪-૨૦૨૬, ગુરુવારનું પંચાંગ: ચૈત્ર સુદ પૂનમ, વિક્રમ સંવત ૨૦૮૨…જાણો આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 2 એપ્રિલ 2026, ગુરુવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: તારીખ ૦૨-૦૪-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર સુદ પૂનમ તિથિ છે. આજના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને હસ્ત નક્ષત્ર બપોરે ૦૫:૪૦ વાગ્યા સુધી રહેશે. ધ્રુવ યોગ બપોરે ૦૨:૨૦ વાગ્યા સુધી રહેશે અને બવ કરણ સવારે ૦૭:૪૧ વાગ્યા સુધી રહેશે. પંચક આજે નથી અને વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં 03 એપ્રિલે સવારે ૦૬:૩૦ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ કન્યા (પ,ઠ,ણ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૩૧ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૫ કલાકે થશે. ચંદ્રોદય સાંજે ૦૭:૧૮ વાગ્યે અને ચંદ્રાસ્ત પરોઢે ૦૫:૫૧ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૮ થી બપોર ૦૧:૦૮ સુધી વિદ્યમાન રહેશે,  રાહુ કાળ બપોરે ૦૨.૧૬ થી બપોરે ૦૩.૪૯ વાગ્યા સુધી રહેશે. ચૈત્ર સુદ પૂનમ સવારે ૦૭:૪૦ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષની વાત કરીએ તો આજે આજે હનુમાન જન્મોત્સવ છે.
તારીખ   :- ૦૨-૦૪-૨૦૨૬, ગુરુવાર / ચૈત્ર સુદ પૂનમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૩૧ થી ૦૮:૦૪
લાભ ૧૨:૪૩ થી ૦૨:૧૬
અમૃત ૦૨:૧૬ થી ૦૩.૪૯
શુભ ૦૫:૨૩ થી ૦૬:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૫ થી ૦૮:૨૨

રાશિભવિષ્ય (Rashibhavishya 2 એપ્રિલ 2026)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :- 
મિત્રોથી લાભ થાય .
કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
વરિષ્ઠ સભ્યનો સહયોગ મળે.
ગંભીર રોગથી રાહત મળશે.
શુભ કલર –આસમાની
શુભ નંબર – ૨
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
નવી વ્યક્તિનું આગમન થાય.
ભાઈ -બહેનથી ફાયદો થાય.
સતર્ક અને સાવધ રહેવું
શુભ કલર – લાલ
શુભ નંબર – ૫
મિથુન (ક, છ, ઘ) :-
મગજ શાંત રાખવા ધ્યાન કરો.
મોસાળ પક્ષથી લાભ થાય.
સમસ્યાઓનો સામનો કરવો પડશે.
અકસ્માત થઈ શકે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭
કર્ક (ડ , હ) :- 
માનસિક શાંતિ મળે..
રોકાણમાં લાભ થાય.
કોઈ સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
દાન પુણ્ય થાય.
શુભ કલર  – સફેદ
શુભ નંબર – ૬
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
સપના સાકાર થાય.
લાભ થવાની શક્યતા છે.
ગુસ્સા પર કાબુ રાખવો.
રાજનીતિમાં મહત્વની જવાબદારી મળે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮
કન્યા (પ , ઠ, ણ) :-
જીવનસાથી  જોડે  આનંદમય દિવસ જાય.
અધૂરા કાર્ય પૂર્ણ થાય.
નવા કાર્યમાં વધારો થાય.
બિનજરૂરી વાદ-વિવાદ થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૯
તુલા (ર , ત) :- 
સગા -સબંધી જોડે  આનંદમય દિવસ જાય.
નવા ખર્ચ થાય.
વિદ્યાર્થીઓને ભણવા ઘરથી દૂર જવું પડે.
વિદેશ જવાની ઈચ્છા પૂરી થશે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૧
વૃશ્વિક (ન, ય) :- 
બાળકનું ધ્યાન રાખવું.
ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
કામમાં રસ ઓછો લાગશે.
ખેડૂતોને પૈસા અને સન્માન બંને મળશે.
શુભ કલર –નારંગી
શુભ નંબર –  ૭
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
રોકાણમાં ફાયદો જણાય.
શેર બજારમાં ધ્યાન રાખવું.
પ્રવાસના યોગ પ્રબળ બને.
સંતોષ રાખવો.
શુભ કલર – જાંબલી
શુભ  નંબર – ૪
મકર (ખ, જ) :- 
આળસમાં દિવસ જાય.
માતા -પિતાનું ધ્યાન રાખવું.
લોકો સામે લાગણીઓ વ્યક્ત કરવાનું ટાળો.
કામમાં બેદરકારી મોંઘી પડે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬
કુંભ (ગ, શ, સ, ષ) :- 
લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
માથામાં દુઃખાવો રહે.
લગ્નજીવનમાં સંતોષ રહે.
નકારાત્મક વિચારો હાવી ન થવા દો.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮
મીન (દ, ચ, ઝ, થ) :- 
સાંજે કોઈ નવી સવાર જોવા મળે.
બાકી નીકળેલ લેણું પાછુ આવે.
દિવસ આખો વ્યસ્ત રહો.
તમે નવી વાતની રજુઆત કરી શકો.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૮