Not Set/ ઓળખ સ્માર્ટ સિટીની, રેન્કિંગમાં ત્રણ મહાનગરો થી પાછળ 34મા ક્રમે

શહેરોને વિકાસની સાથે સાથે સ્માર્ટ સિટીના દરજ્જા આપવામાં આવે છે. રાજકોટને સ્માર્ટ સિટી તરીકેની ઓળખ આપવામાં આવી છે.આ સ્માર્ટ સિટી હવે માત્ર નામ પૂરતું રહ્યું હોય તેમ લાગે છે.

Top Stories Gujarat Rajkot
rajkot

 

શહેરોને વિકાસની સાથે સાથે સ્માર્ટ સિટીના દરજ્જા આપવામાં આવે છે. રાજકોટને સ્માર્ટ સિટી તરીકેની ઓળખ આપવામાં આવી છે.આ સ્માર્ટ સિટી હવે માત્ર નામ પૂરતું રહ્યું હોય તેમ લાગે છે. કારણકે અન્ય મહાનગરોની સરખામણીમાં સ્માર્ટ સિટીની રેન્કિંગમાં રાજકોટ ખૂબ જ પાછળ જોવા મળી રહ્યું છે.રાજકોટની સ્માર્ટ સિટી પ્રોજેકટમાં પસંદગી થયા બાદ હાલમાં રાઉન્ડ-થ્રી ચાલી રહ્યો છે, જેમાં રાજકોટ શહેર અમદાવાદ, બરોડા અને સુરતથી પાછળ ફેંકાઈ ગયું છે.રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યા પ્રમાણે પ્રોજેકટ આગળ ધપતો ન હોય રાજકોટનો ક્રમ પાછળ ફેંકાયો હોવાનું જાણવા મળે છે. દર શુક્રવારે જાહેર થતાં સ્માર્ટ સિટી રેન્કિંગમાં 40 શહેરોમાં અમદાવાદ બીજા ક્રમે આવ્યું છે, સુરત ત્રીજા ક્રમે આવ્યું છે, વડોદરા 8મા ક્રમે આવ્યું છે અને રાજકોટ છેક 34મા ક્રમે ફેંકાઈ ગયું છે.

રાજકોટ / એઈમ્સ હોસ્પિટલનું કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનની ઉપસ્થિતિમાં મ…

રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાં પાસેથી વધુમાં થી જાણવા મળતી વિગતો મુજબ જે રાઉન્ડ-થ્રીમાં 40 શહેરો વચ્ચેની હરિફાઈમાં અપાયેલા રેન્કિંગ પર નજર કરીએ તો (1) ભોપાલ (2) અમદાવાદ (3) સુરત (4) ઈન્દોર (5) વારાણસી (6) આગ્રા (7) સાલેમ (8) વડોદરા (9) કાનપુર (10) ઈરોડે (11) વિશાખા પટ્ટનમ (12) કોચી (13) હબલી (14) તુમાકુરુ (15) દહેરાદૂન (16) દેવનાગરી (17) રાંચી (18) તિપુર (19) પુને (20) શિવમોગા (21) નાસીક (22) પ્રયાગરાજ (23) કાકીનાડા (24) થાણે (25) લખનૌ (26) અમરાવતી (27) વેલ્લોર (28) કોટા (29) અજમેર (30) મેંગ્લુરુ (31) બેલગાવી (32) ઉજ્જૈન (33) કોઈમ્બતુર (34) રાજકોટ (35) તિનવેલ્લી (36) ચેન્નઈ (37) ઉદયપુર (38) પટના (39) ગાંધીનગર અને (40) નાગપુરનો સમાવેશ થાય છે.

Caution / “આપ મર્યા વિના સ્વર્ગે નહીં જ જવાય” ચેતીને રહેજો…

રાજકોટ મહાપાલિકા દ્વારા ખરા અર્થમાં સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી, સિટી એન્જિનિયર ભાવેશ જોશી અને અલ્પ્ના મિત્રા સહિતના અધિકારીઓ અને ઈજનેરો દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં ટોપટેન રેન્કમાં સ્થાન મળતું નથી કારણ કે, સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે બનાવાયેલી રૈયા ટીપી સ્કિમ નં.32ની કામગીરી જ્યાં સુધી આગળ ન ધપે ત્યાં સુધી સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગતના અન્ય પ્રોજેકટ આગળ ધપી શકતા નથી જેથી પ્રોગ્રેસ રિપોર્ટ કાયમ ડાઉન જ રહે છે અને તેવા કારણોસર રાજકોટને રેન્ક મળતો નથી. આવું પ્રથમ વખત બન્યું નથી આ પહેલા પણ એક વખત રાજકોટ 37માં ક્રમે ધકેલાયું હતું.

Politics / દાવ યુપીમાં અને દ્રષ્ટી બંગાળમાં…!! મતબેંકનાં રાજકારણમ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…