Not Set/ વડોદરા કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થાના અભાવે વકીલો હડતાળ પર ઉતર્યા

વડોદરા, વડોદરા કોર્ટમાં વકીલોએ ફરી એકવાર બેઠક વ્યવસ્થાના મુદ્દે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. નવા કોર્ટ સંકુલમાં વકીલ માટે બેઠક વ્યવસ્થા ન હોવાને લઈને વકીલો બે દિવસથી  વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે જ્યાં પોલીસ દ્વારા ગઈ કાલે વકીલ મંડળના પ્રમુખની અટકાયત કરી હતી. જે બાદ આજે ફરી એકવાર વકીલોએ દેખાવો કરી સવિનય કાનૂનનો ભંગ કરતા પોલીસને […]

Gujarat Vadodara

વડોદરા,

વડોદરા કોર્ટમાં વકીલોએ ફરી એકવાર બેઠક વ્યવસ્થાના મુદ્દે હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. નવા કોર્ટ સંકુલમાં વકીલ માટે બેઠક વ્યવસ્થા ન હોવાને લઈને વકીલો બે દિવસથી  વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે જ્યાં પોલીસ દ્વારા ગઈ કાલે વકીલ મંડળના પ્રમુખની અટકાયત કરી હતી. જે બાદ આજે ફરી એકવાર વકીલોએ દેખાવો કરી સવિનય કાનૂનનો ભંગ કરતા પોલીસને દરમિયાનગીરી કરવી પડી. વકીલોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા નવા કોર્ટ સંકુલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. ઉલ્લખનિય છે કે કોર્ટ સંકુલમાં બેઠક વ્યવસ્થા ન હોવાનો મુદ્દો શરૂઆતથી ચાલતો આવ્યો હતો. ન્યાયમંદિર અને લાલકોર્ટમાથી તમામ કોર્ટ નવા સંકુલમાં ખસેડાયા બાદથી વકીલો બેઠક વ્યવસ્થાની માગને લઈને અવાર નવાર દેખાવો કરી રહ્યાં છે.