Lifestyle/ સનક્રીન લોશન પર લખેલા pH નું ફૂલ ફોર્મ શું હોય છે? દરરોજ લગાવનારા પણ નહિં જાણતા હોય..!!

Sunscreen pH (સનક્રીન ક્રીમના pH) લેવલ પરથી એની ક્વોલિટીનો અંદાજ મેળવી શકાય છે. આ લેખમાં pH નું ફૂલ ફોર્મ તથા અન્ય રોચક માહિતી મેળવીએ…

Trending Fashion & Beauty Health & Fitness Lifestyle
Sunscreen pH, ફૂલ ફોર્મ, સ્કિન, એજીંગ, સનબર્ન

Lifestyle: સૂર્યના આકરા કિરણોથી રક્ષણ માટે તમે જો સનસ્ક્રીન લોશન ખરીદતા હો અથવા તો દરરોજ સ્કિન પર લગાવતા હો તો તમે જોયું હશે કે, ક્રીમની ઉપરના રેપરમાં pH લખેલું હશે. જો કે, pH (Sunscreen pH)નો યુઝ શું છે એ વિશે તો અનેક લોકો જાણતા હશે પણ એનું ફૂલ ફોર્મ આજ સુધી મોટાભાગે કોઈ નહીં જાણતા નહિં હોય!

બાહ્ય દેખાવ પરથી ક્રીમની ક્વોલિટીનો અંદાજ મુશ્કેલ

જ્યારે પણ તમે ક્યાંય પણ ખરીદી કરવા જાઓ ત્યારે તમારી નજર અનેક વસ્તુઓ પર અનાયાસે જ પડી જતી હશે! વિશેષ કરીને આ બાબત ચીજવસ્તુઓ સાથે જોડાયેલી નથી પણ એની ઉપર લખેલા અનોખા શોર્ટ ફોર્મ વિશે છે. જ્યારે પણ તમે શોપિંગ મોલ અથવા તો દુકાનમાં ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે ક્રીમ, પરફ્યુમ, ફેસવૉશ અથવા તો સનસ્ક્રીન (Cream, Perfume, Face Wash, Sunscreen)ને તમે હારબદ્ધ રીતે રેકમાં ગોઠવેલા જોયા જ હશે!

Sunscreen pH, ફૂલ ફોર્મ, સ્કિન, એજીંગ, સનબર્ન

આ પ્રોડક્ટ્સના રેપર અને એની ડિઝાઇન અત્યંત આકર્ષક હોય છે. જો કે આ બાહ્ય દેખાવ પરથી એની ક્વોલિટી (Quality)નો અંદાજ મેળવવો મુશ્કેલ છે અને એની હકીકતથી અનેક લોકો માહિતગાર નથી હોતા! જો તમે સનસ્ક્રીન ખરીદતા હો અથવા તો દરરોજ લગાવતા હો તો તમે જોયું હશે કે, ક્રીમની ઉપરના રેપરમાં pH લખેલું હશે. જો કે, pH નો યુઝ શું છે એ વિશે તો અનેક લોકો જાણતા હશે પણ એનું ફૂલ ફોર્મ આજ સુધી મોટાભાગે કોઈ નહીં જાણતા નહિં હોય એની ગેરેંટી છે! શું તમે જાણો છો કે આ pH નું ફૂલ ફોર્મ શું છે?

સનસ્ક્રીન લોશનમાં pH નું ફૂલ ફોર્મ શું છે? (Know Sunscreen pH)

તમે શાળામાં કેમેસ્ટ્રીના વર્ગમાં pH વિશે ભણ્યા જ હશો. આ કોઈ પણ પદાર્થની અમ્લતા, ક્ષારતા અને તટસ્થતા (Acidity, Alkalinity or Neutrality) માપવાનો એક માપદંડ છે જેને માપવા માટે હાઇડ્રોજનની ક્ષમતાનો ઉપયોગ થાય છે. આમ, pH નું ફૂલ ફોર્મ છે ‘Potential of Hydrogen’…આને વિગતે આ પ્રમાણે સમજીએ…

pH 0-7 એટલે વધુપડતું અમ્લીય (Acidic)

pH 0-14 એટલે વધુપડતું ક્ષારીય (Alkaline)

pH 7 એટલે તટસ્થ (Neutral)

Sunscreen pH, ફૂલ ફોર્મ, સ્કિન, એજીંગ, સનબર્ન

પાણી ધરાવતી કોઇ પણ વસ્તુનું pH માપી શકાય છે, જેમાં તમારી ત્વચા (Skin) પણ સામેલ છે. વયસ્ક વ્યક્તિઓની ત્વચાનું સામાન્ય આશરે 5.5 હોય છે જે થોડું અમ્લીય હોય છે. આ અમ્લતા ત્વચાના કુદરતી ઓઇલનું સંતુલન જાળવી રાખવામાં અને હાનિકારક બેક્ટેરિયાથી રક્ષણ કરવામાં મદદરુપ થાય છે.

Sunscreen pH, ફૂલ ફોર્મ, સ્કિન, એજીંગ, સનબર્ન

સનસ્ક્રીન પર લખેલી અન્ય વિગતો પર ધ્યાન આપો

હવે તમે એવું વિચારશો કે,સનસ્ક્રીન ઉપર તો બીજી ઘણી બધી વસ્તુઓ લખેલી હોય છે. તો તમારી વાત સાચી છે…સનસ્ક્રીન ઉપર અન્ય ઘણી માહિતી અંકિત કરેલી હોય છે એમાં PA અને SPF પણ સામેલ છે. PA એવું દર્શાવે છે કે, અકાળે વૃદ્ધત્વ (Aging) લાવતા યૂવીએ (UVA Rays) કિરણો સામે સનક્રીન પ્રભાવશાળી રીતે સુરક્ષા પ્રદાન કરે છે. જ્યારે SPF ને ‘Sun Protection Factor’ કહેવાય છે જે, સનબર્ન (Sunburn)નું કારણ એવા UVB કિરણોથી સુરક્ષા પ્રદાન કરવાનો માપદંડ છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…