ડાયમંડ સીટી/ સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલા ચેતજો, SMC આપશે હવે ઇ-મેમો

સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે રસ્તા પર પાન મસાલા ખાઈને થુકનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 16T175144.240 સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલા ચેતજો, SMC આપશે હવે ઇ-મેમો

@અમિત રૂપાપરા 

Surat News: સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે રસ્તા પર પાન મસાલા ખાઈને થુકનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહેવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહી છે. ત્યારે જાહેર રસ્તા પર કચરો ફેંકતા લોકો સામે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેવામાં હવે રસ્તા પર થુંકીને શહેરને ગંદુ કરનારા લોકો સામે પણ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં સાત દિવસના સમયમાં જ અલગ અલગ વિસ્તારમાંથી 88 જેટલા વાહન ચાલકો સામે ઇ મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવેથી જે પણ વ્યક્તિ રસ્તા પર થૂકશે તેની સામે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આવા લોકો કે વાહન ચાલકો પર નજર રાખવા માટે સુરત મહાનગરપાલિકાના 2500 અને પોલીસ તંત્રના 750 સીસીટીવી કેમેરા મળીને કુલ 3250 સીસીટીવી કેમેરાથી ગમે ત્યાં થુકનારા લોકો પર નજર રાખવામાં આવશે.

મહત્વની વાત છે કે પહેલી વખત થુંકનારા વ્યક્તિને 100 દંડ કરવામાં આવશે અને બીજી વખત થુંકતા પકડાશે તો તે જ વ્યક્તિને 250 રૂપિયા દંડ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ઈ મેમો મળ્યાના સાત દિવસમાં દંડ નહીં ભરે તો પોલીસ કેસ પણ કરવાની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને આ કાર્યવાહી અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ સાત દિવસમાં 88 વાહન ચાલકોને ઈ મેમો આપ્યો છે.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં રસ્તા પર થૂંકતા પહેલા ચેતજો, SMC આપશે હવે ઇ-મેમો


આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…, તું નીકળ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો

આ પણ વાંચો:બાયડ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 બાઇક સવારને કાળ ભરખી ગયો

આ પણ વાંચો:આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે:સી.આર.પાટી