ગાંધીનગર/ બાયડ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 બાઇક સવારને કાળ ભરખી ગયો

ગાંધીનગર જિલ્લાના દહેગામના મહુન્દ્રાના 3 બાઇક સવારને કાળ ભરખી  ગયો હતો અને ટેન્કર સાથેના અકસ્માત બાદ આ 3 બાઇક સવાર મોતને ભેટ્યા હતા.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 15T130158.665 બાયડ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 બાઇક સવારને કાળ ભરખી ગયો
  • બેસતા વર્ષે ગાંધીનગરના પરિવારમાં છવાયો માતમ
  • બાયડ હાઈવે પર અકસ્માતમાં 3 યુવાનોના મોત
  • બાયડ હાઇવે પર મીઠાના મુવાડા પાસે અકસ્માત

નવા વર્ષે  માતાજીના દર્શન કરવા જઈ રહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામના મહુન્દ્રાના 3 બાઇક સવારને કાળ ભરખી ગયો હતો અને ટેન્કર સાથેના અકસ્માત બાદ આ 3 બાઇક સવાર મોતને ભેટ્યા હતા.ત્રણેય યુવકો ગાંધીનગરના મહુન્દ્રા ગામના વતની છે. ગાંધીનગરના રખિયાલ પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે.

દહેગામ બાયડ હાઇવે ઉપર બાયડ તરફથી એક ટેન્કર આવી રહ્યું હતું જ્યારે  મહુન્દ્રાના તરફથી બાઇક સવાર જૂના ઉંટરડા ખાતે આવેલા દીપેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હત. જોકે આ લોકો દર્શન કરે તે પહેલા જ મેશ્વો નદી ઉપરના બ્રિજ પહેલા આવતા વળાંક પાસે  બાઇક અને  ટેન્કરનો ભયંકર અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ઘટના સ્થળ ઉપર જ  ભલાજી પૂંજાજી ઉંમર આશરે  23 વર્ષ, ચકાજી પૂંજાજી ઉંમર આશરે  35 વર્ષ અને  રવિ સોલંકી નામના વ્યક્તિના અરેરાટી ભર્યા મોત થયા હતા.  હાલમાં  દહેગામના રખિયાલની પોલીસ ઘટન સ્થળે પહોંચી છે અને  લાશને પોસ્ટમોર્ટમ માટે  ખસેડવામાં આવી છે. પોલીસે  આ અંગે સ્થાનિકોની પૂછપરછ હાથ ધરી છે.

નવા વર્ષે જ ત્રણેય યુવકોના મોતથી પરિવારમાં ઘેરા શોકનુ મોજુ ફરી વળ્યુ છે. નવુ વર્ષ મૃતકોના પરિવાર માટે માતમ લઈને આવ્યુ છે. વ્હાલસોયાને ગુમાવનારા ત્રણેય યુવકોના પરિવારજનોના હાલ બેહાલ છે.


whatsapp ad White Font big size 2 4 બાયડ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 બાઇક સવારને કાળ ભરખી ગયો


આ પણ વાંચો:પુણામાં પાંચ વર્ષીય બાળકીનું બદકામ કરવા માટે અપહરણ કરનાર ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદમાં ફટાકડાં ફોડવા બાબતે પિતા-પુત્રની હત્યા, રામોલમાં 4 લોકોએ કર્યો હતો હુમલો

આ પણ વાંચો:અમદાવાદની સડકો પર અફઘાનિસ્તાનના આ ક્રિકેટરનો હૃદય સ્પર્શી વીડિયો વાયરલ

આ પણ વાંચો:ક્રિકેટ રમતાં બાળકોને લીગલ નોટિસ, 70 વર્ષના વૃદ્ધે 5 લાખનો કર્યો દાવો