Politics/ ગુજરાતમાં ચૂંટણી સમયસર જ યોજાશે, પાટકરના નિવેદનનો રુપાણીએ ઉડાડ્યો છેદ

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની વાતને નકારી કાઢી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું કે રાજ્યમાં ચૂંટણી સમયસર જ યોજાશે. વહેલી ચૂંટણી કરવાની સરકારની કોઇ યોજના નથી તેમ રુપાણીએ કહ્યું હતું. રુપાણીના નિવેદન પછી બંગાળમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી આવી શકે છે તેવા મંત્રી રમણ પાટકરના નિવેદનનો છેદ ઉડી ગયો […]

Top Stories Ahmedabad Gujarat
Vijay Rupani PTI ગુજરાતમાં ચૂંટણી સમયસર જ યોજાશે, પાટકરના નિવેદનનો રુપાણીએ ઉડાડ્યો છેદ

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવાની વાતને નકારી કાઢી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું કે રાજ્યમાં ચૂંટણી સમયસર જ યોજાશે. વહેલી ચૂંટણી કરવાની સરકારની કોઇ યોજના નથી તેમ રુપાણીએ કહ્યું હતું. રુપાણીના નિવેદન પછી બંગાળમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં પણ વહેલી ચૂંટણી આવી શકે છે તેવા મંત્રી રમણ પાટકરના નિવેદનનો છેદ ઉડી ગયો છે. રમણ પાટકર ગુજરાત સરકારમાં આદિવાસી બાબતોના મંત્રી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને સારી સફળતા મળી હતી. ભાજપે આ ચૂંટણીમાં લગભગ 90 બેઠકો પર વિજય મેળવ્યો હતો. રાજ્યની છ મહાનગરપાલિકા અને 81માંથી 75 નગરપાલિકા તેમજ તમામ 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતમાંથી 196 ભાજપની ઝોળીમાં આવી ગઈ હતી.