પ્રારંભ/ અહિં તો બાળકો પણ કરે છે સંસ્કૃતમાં વાત! 

સંસ્કૃત એ આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે, તે સંસ્કૃતિ પણ છે. સાદી ભાષામાં સંસ્કૃતનો અર્થ સારી રીતે સંસ્કારિત કરેલું એમ થાય, પરંતુ આજે સામાન્ય લોકોને સંસ્કૃત બોલવું, વાંચવું, સમજવું ઘણું અઘરું લાગે છે

Gujarat Mantavya Exclusive Trending
સંસ્કૃત ભાષા અહિં તો બાળકો પણ કરે છે સંસ્કૃતમાં વાત! 

સંસ્કૃત એ આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે, તે સંસ્કૃતિ પણ છે. સાદી ભાષામાં સંસ્કૃતનો અર્થ સારી રીતે સંસ્કારિત કરેલું એમ થાય, પરંતુ આજે સામાન્ય લોકોને સંસ્કૃત બોલવું, વાંચવું, સમજવું ઘણું અઘરું લાગે છે. માટે જ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની શાળાઓમાં બાળપણથી જ સંસ્કૃત ભાષામાં રુચિ વધારવા અને સંસ્કૃતિની જાળવણી કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

માંડ પાંચ વર્ષનો ઋષિત્વ ફાકડું સંસ્કૃત બોલતો હતો. તેને જોઇને બે મિનિટ વિચાર આવી જાય કે આ ઉંમરમાં બાળકો કાલીઘેલી ભાષામાં વાત કરતા હોય, પણ આ ટેણિયો તો ફટાફટ સંસ્કૃતના શ્ર્લોક બોલે છે, વાતો કરે છે! વાત જાણે એમ છે કે તેની બાજુમાં રહેતો અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો ગૌરવ સંસ્કૃત ભાષાનું જ્ઞાન મેળવી રહ્યો હતો. તે જે શીખતો એ ઋષિત્વને પણ શીખવતો. આમ બંને મિત્રો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી જેવા ભાષાની સાથે સંસ્કૃત પણ ખૂબ સારી રીતે બોલવા લાગ્યા. એટલું જ નહીં, સંસ્કૃત ભાષા સાથે જોડાયેલી સંસ્કૃતિનું પણ ચુસ્ત રીતે અનુસરણ કરતા હતા. આ સંસ્કૃત ભાષા અને તેની સાથે જોડાયેલા સંસ્કાર શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટ દ્ધારા તેમને મળ્યા હતા. જી હા, આ સંસ્થા દ્ધારા સંસ્કૃતનો વારસો જાળવી રાખવા’ને આજની પેઢીમાં તેના સંસ્કરનું સિંચન કરવાના પ્રયાસરૂપે એક અભિયાન ચલાવવામાં આવે છે.

સંસ્કૃત ભાષા દરેક ભાષાની માતા સમાન

sss અહિં તો બાળકો પણ કરે છે સંસ્કૃતમાં વાત! 

જેમ બાળક માતા પાસે સુરક્ષિત રહે છે વી રીતે સંસ્કૃત ભાષા પણ દરેક ભાષાની માતા સમાન છે. આજના સમયમાં દુનિયા સાથે તાલ મેળવીને ચાલવું તમામ લોકો માટે જાણે અનિવાર્ય બની ગયું છે. જેના કારણે આપણને આપણી ભાષાનું મહત્વ નથી સમજાતું. હિન્દુ ધર્મના રામાયણ, મહાભારત, વિષ્ણુ પુરાણ, ભગવદ્ ગીતા, જૈન ધર્મના નવ તત્વો કમ્મ પૈઢી તત્વાર્થ આ બધું જ સંસ્કૃત ભાષામાં જ રચાયેલું છે. પરંતુ આજના દેખાદેખી ભરેલા યુગમાં ગુજરાતી જ માંડ બોલીએ ત્યાં સંસ્કૃતની તો વાત જ ક્યાં આવે. પરંતુ મહેમદાવાદમાં આવેલા સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટે સંસ્કૃત ભાષાની પરંપરા જાળવી રાખવા અને તેનો વારસો લોકો સુધી પહોંચતો કરવાની પ્રવૃતિ આદરી છે.

બાળકો ભારતીય સંસ્કૃતિની વધુ નજીક જાય છે

મહેમદાવાદ તાલુકાની તમામ શાળાઓમાં ટ્ર્સ્ટ દ્ધારા સંસ્કૃત ભાષાનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ધો.1થી5ના બાળકો પર લધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ પરાંત કોઇ પણ વર્ગના લોકો સંસ્કૃત ભાષા શીખી શકે છે. નાનાં બાળકોથી લઇને દરેક ઉંમરના લોકોને ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે. સાથે જ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. બાળકોમાં સંસ્કૃત ભાષા બોલાતી થાય, તેનું મહત્વ સમજાય એ માટે સંસ્કૃત ભાષા અંગેની ખાસ પ્રવૃતિ પણ કરાવવામાં આવે છે. જેમાં બાળકોને વકૃત્વ સ્પર્ધા માટે તૈયારી કરાવવામાં આવે છે. કોઇ પણ વિષય પર બાળક પાસે સંસ્કૃત ભાષામાં નિબંધ લખાવવામાં આવે છે. આવી પ્રવૃતિ વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે, તેમની સમક્ષ સંસ્કૃતમાં નિબંધ બોલવાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે સાથે જ તે વધુને વધુ ભારતીય સંસ્કૃતિની નજીક જાય છે.

સંસ્કૃત ભાષાને જાળવી રાખવા માટે અથાગ પ્રયાસ

22 1 અહિં તો બાળકો પણ કરે છે સંસ્કૃતમાં વાત! 

શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિત મંત્વ્ય સાથે વાત કરતા કહે છે કે, “આજના આધુનિક યુગમાં અંગ્રેજી ભાષાએ દેશ પર પ્રભુત્વ જમાવ્યું છે. સંસ્કૃત લુપ્ત થવાના આરે છે. ત્યારે વેદો અને ગ્રંથો જે ભાષામાં લખાયેલા છે તેવી પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃત ભાષાને જાળવી રાખવા માટે અમે અથાગ પ્રયાસ કરી હ્યા છીએ. લોકો સંસ્કૃત બોલતા થાય, સમજતા થાય અને તેનું મહત્વ સમજેએ માટે અમારા દ્ધારા સંસ્કૃત ભાષા માટે વિશેષ કોર્સ શરૃ કરવામાં આવ્યો છે.”

સંસ્કૃતના વારસાને સાચવવા અભ્યાસક્રમ

1 297 અહિં તો બાળકો પણ કરે છે સંસ્કૃતમાં વાત! 

આ વિશે મંતવ્ય સાથે વાત કરતાં શ્રી સિદ્ધિ વિનાયક દેવસ્થાનના નિયામક ઇશ્વરભાઇ પુરોહિત કહે છે કે, “જ્યારથી અંગ્રેજી માધ્યમ આવ્યું ત્યારથી એવી પરિસ્થિતિ નિર્માણ થઇ કે પહેલા જે સંસ્કૃતના શ્ર્લોક બોલવા, સમજવામાં આવતાં તે બધું બંધ થઇ ગયું. માટે અમે સંસ્કૃત ભાષાની જાળવણી અને પણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા માટે થઇને સ્મરણ સંસ્કૃત પ્રારંભ નામનો કોર્સ બનાવ્યો. આ કોર્સ પુર્ણ થયા પછી પ્રવેશ ત્યાર બાદ પ્રથમા અને દ્ધિતિયા કોર્સ શિખવવામાં આવે છે. જેની માટે અમે એકથી ચાર ભાગ પાડ્યા છે. જેમાં પથારીમાંથી ઊઠીને આમથી તેમ દોડ્યા વગર બાળક સૌ પ્રથમ પોતાની હથેળી (હસ્ત) જોવે છે અને સંસ્કૃતમાં શ્લોક ગાન કરે છે. ત્યાર પછી ધરા પર પગ મૂકતાની સાથે જ ધરતી માતાનો આભાર માની સંસ્કૃતમાં શ્લોક બોલે છે. આ આપણી જૂની પ્રણાલી હતી. પરંતુ હવે લૃપ્ત થઇ ગઇ છે. જેને અમે ફરી જીવંત કરવાની નેમ લીધી છે. એવું પણ નથી કે આપણી આ સંસ્કૃતિ સંપૂર્ણપણે નષ્ટ થઇ ગઇ છે. ઘણા ખરા ઘરમાં આજે પણ માતા-પિતા, દાદા-દાદીને પગે લાગીને જ બાળકો શાળાએ કે પછી ઘરની બહાર જાય છે. આ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે તેમની સંસ્કૃતિ તેમનાં જ બાળકોને વારસામાં મળે છે.”

ss અહિં તો બાળકો પણ કરે છે સંસ્કૃતમાં વાત! 

વધુમાં ઇશ્વરભાઇ કહે છે કે, “સંસ્કૃત ભાષાને વધુ વેગ મળી રહે તે માટે અમે સંસ્કૃત પાઠાશાળાઓ સાથે મળીને કામ કરીએ છીએ, જેમાં ઘણા બધા વિદ્ધાનો અને વિદ્યાર્થિઓ હોય છે. વિદ્યાર્થિઓ સાથે તાજેતરમાં જ સ્પર્ધાનું પણ આયોજન કર્યુ હતુ. જેમાં 75થી પણ વધુ વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. તેમણે સાહિત્ય, વ્યાકરણ, વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, મહાભારત, રામાયણ જેવા પવિત્ર ગ્રંથોમાંથી પોતાના વિચારો રજૂ કર્યા હતા. ટૂંકમાં, કહીએ તો આ સંસ્થાએ સંસ્કૃતના વારસાને સાચવવા માટે પોતાની રીતે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. મહેમદાવાદ તાલુકાની શાળાઓમાં આ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં 1થી5 ધોરણનાં બાળકોને અગ્રિમતા આપવામાં આવી છે. છ મહિનાના આ કોર્સમાં વિધાર્થિ સરસ રીતે તૈયાર થઇ જાય છે. ત્યાર પથી પ્રશ્નોત્તરી કરવામાં આવે છે અને તેના દ્ધારા વિદ્યાર્થિઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.”

ખેડા જિલ્લામાં સૌ પ્રથમ વખત આ શરૂઆત કરવામાં આવી છે. હાલમાં બાળકો નાની ઉંમરથી જ સંસ્કૃત ભાષાને જાણે, સમજે, શીખે તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે. આવનારા સમયમાં આ કોર્સને ઓનલાઇન કરવાની પણ સંસ્થાની ખેવના છે. ટૂંકમાં એમ કહી શકાય કે જ્યારે આવા સારા પ્રયત્ન શરૂ થશે તો સસંક્તનું વર્ચસ્વ પુનઃસ્થાપિત થશે તેમાં કોઇ બે મત નથી.

સંસ્કૃતમાં થાય છે અનેક કાર્યો

3 44 અહિં તો બાળકો પણ કરે છે સંસ્કૃતમાં વાત! 

વિદ્યાર્થિઓને પ્રોત્સાહિત કરવા સંસ્કૃતમાં અનેક કાર્યો કરવામાં આવે છે. તો સાથે જ સંસ્કૃતના ભાષામાં નિપુણ હોય તેવા અધ્યાપાકને સન્માનિત કરીને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ઉપરાંત સંસ્થા દ્ધારા ધર્મ અને સંસ્કૃતિના સમન્વયયુક્ત પ્રવચનોનું આયોજન, ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ રામાયણ, મહાભારતનાં પાત્રો દ્ધારા સંસ્કાર સિંચનનું કાર્ય, સંસ્કૃતિ સાહિત્યનાં વિવિધ સ્વરૂપો જેવા કે સરળ સંસ્કૃત નિબંધ સ્પર્ધા, નાટક, સંસ્કૃત વકત્તૃત્વના વર્ગો, વેદ ઉપનિષદની સમજ આપતા અભ્યાસના વર્ગો, વ્યાખ્યાનમાળા જેવા સંસ્કૃત ભાષા લક્ષી અનેક કાર્યક્રમો અને પ્રવૃતિ ચલાવવામાં આવે છે.