પંજાબ/ મને ખોટો ન સમજો.. સિદ્ધુ મુસેવાલાની આ છેલ્લી પોસ્ટ થઈ વાયરલ, અત્યાર સુધીમાં લગભગ 1.5 કરોડ લોકોએ જોઈ  

સિદ્ધુ મુસેવાલાના મૃતદેહના મંગળવારે તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ દર્શન માટે સેંકડો ચાહકો ઘરની બહાર એકઠા થયા હતા.

Trending Entertainment
સિદ્ધુ મુસેવાલાની

29 મે ના રોજ, પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટના સમયે તે તેના થોર ગાડીમાં અન્ય બે મિત્રો સાથે ક્યાંક જઈ રહ્યો હતો. ત્યારબાદ કારમાં સવાર બદમાશોએ તેના પર એકે-94થી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. લગભગ 30 થી 40 રાઉન્ડ થયેલા ફાયરિંગમાં સિદ્ધુનું મોત થયું હતું, જ્યારે અન્ય બે મિત્રો ઘાયલ થયા હતા.

સિદ્ધુ મુસેવાલાના મૃતદેહના મંગળવારે તેમના વતન ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ દર્શન માટે સેંકડો ચાહકો ઘરની બહાર એકઠા થયા હતા. જોકે, આજે સિદ્ધુ મુસેવાલા સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યો છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ જોરદાર વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા 37 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ એક કરોડ 42 લાખ લોકો જોઈ ચૂક્યા છે. મુસેવાલાએ આજથી પાંચ દિવસ પહેલા એટલે કે તેમના મૃત્યુના બે દિવસ પહેલા આ પોસ્ટ કરી હતી. આ તેની છેલ્લી પોસ્ટ હતી. આ પોસ્ટમાં સિદ્ધુએ પોતાના એક ગીતનો વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં સિદ્ધુએ લખ્યું- ભૂલી જાવ, પણ મને ખોટો ન સમજો.

Instagram will load in the frontend.

જોકે, સિદ્ધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર તેની છેલ્લી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે બંદૂક સાથે પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટો સાથે તેણે કેપ્શન લખ્યું- U DONEEEEEEE???? એવો દાવો કરવામાં આવે છે કે સિદ્ધુએ પંજાબમાં બંદૂક સંસ્કૃતિને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. તે ઘણીવાર ગન કલ્ચર અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે સમાચારમાં રહેતો હતો. તેના પર હિંસાને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો, ત્યારબાદ કેસ પણ નોંધવામાં આવ્યો હતો.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિદ્ધુની હત્યા લોરેન્સ વિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવી હતી. તેની હત્યા બાદ વિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે હત્યાની જવાબદારી લીધી હતી. પંજાબ પોલીસ અને ઉત્તરાખંડ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે સોમવારે દેહરાદૂનમાંથી 6 લોકોની અટકાયત કરી છે.

આ પણ વાંચો:કોર્ટે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને 9 જૂન સુધી ED કસ્ટડીમાં મોકલ્યા

આ પણ વાંચો:ભારે સુરક્ષા વચ્ચે સિદ્ધુ મુસેવાલાના અંતિમ સંસ્કાર, ચાહકો રડવાનું રોકી ન શક્યા

આ પણ વાંચો:સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ  કેન્દ્ર પર ભડક્યા મમતા બેનર્જી, કહ્યું- 2024માં ભાજપની નો એન્ટ્રી

logo mobile