Not Set/ નવા નામ ‘લવયાત્રી’થી પણ ખુશ નથી હિન્દુ સંગઠન, આ છે કારણ…

મુંબઈ સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ ‘લવરાત્રી’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના નામ પર ઘણા હિન્દુ સંગઠન વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે મુવીનું નામ બદલવામા આવ્યાને એક દિવસ પછી પણ હિન્દુ સંગઠન નવા નામથી ખુશ થયા નથી. કેટલાક હિન્દુ સંગઠનોએ ગુજરાત હાઈ કોર્ટમાં બુધવારે કહ્યું છે કે તમને […]

Trending Entertainment
yau નવા નામ 'લવયાત્રી'થી પણ ખુશ નથી હિન્દુ સંગઠન, આ છે કારણ...

મુંબઈ

સલમાન ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહેલ ફિલ્મ ‘લવરાત્રી’નું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના નામ પર ઘણા હિન્દુ સંગઠન વિરોધ વ્યક્ત કર્યો હતો. હવે મુવીનું નામ બદલવામા આવ્યાને એક દિવસ પછી પણ હિન્દુ સંગઠન નવા નામથી ખુશ થયા નથી.

Image result for loveratri

કેટલાક હિન્દુ સંગઠનોએ ગુજરાત હાઈ કોર્ટમાં બુધવારે કહ્યું છે કે તમને ફિલ્મનું નવું નામ પણ સ્વિકાર નથી. કેમકે આ નામ પણ હિન્દુ તહેવાર નવરાત્રી સાથે મળતું નામ છે. અમદાવાદમાં હિન્દુ સંગઠન સનાતન ફાઉન્ડેશનને ગયા અઠવાડીએ જાહેર અરજીનો દાવો (પીઆઈએલ) દાખલ કરતા મૂવીનું નામ અને તેના કેટલાક કોન્ટેંટ બદલવ માટે અપીલ કરી હતી. સંગઠનનું કહેવું છે કે આ હિન્દુઓની ભાવનાઓને દુભાવે છે. બુધવારે સંગઠને કોર્ટમાં કહ્યું કે તેમને ફિલ્મનું નવું ટાઈટલ પણ સ્વિકાર નથી. કેમકે આ પણ હિન્દુ તહેવાર નવરાત્રી સાથે મળતું છે.

Image result for loveratri

અરજી દાખલ કરનાર વકીલ બીબી અગ્રવાલે કોર્ટમાં કહ્યું કે પોસ્ટરમાં બતાવવામાં આવી ફિલ્મની ટેગ લાઈન ‘અ જર્ની ઓફ લવ’ બદલીને ‘લવ કી યાત્ર’ પણ કરી શકાય છે.  આપને જણાવી દઈએ કે મંગળવારે જ ફિલ્મના પ્રોડ્યુસર સલમાન ખાન ટ્વીટ કરીને એ જાહેરાત કરી કે મૂવીનું નામ ‘લવરાત્રી’ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. અરજી કરનારે કહ્યું છે કે ફિલ્મના અમુક ડાયલોગમાં પણ એવી વાતો કરવામાં આવી છે. જેનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. અરજીમાં કહેવામાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રી એક પવિત્ર તહેવાર છે અને જયારે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે આ તહેવાર માત્ર પ્રેમ સંબંધ બનાવવા માટે છે. તેઓએ તેમની અરજીમાં આગળ જણાવ્યું કે જો તે ગુજરાતનાં થિયેટરોમાં બતાવવામાં આવે છે, તો તે યુવાનો અને જનતાના મોટાભાગના વિભાગ પર ખોટી અસર કરશે.

Image result for high court gujarat

ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વીએમ પંચોલી બનેલી બેંચે નિર્માતાના વકીલને પૂછ્યું કે સેંસર બોર્ડના સર્ટિફિકેટ વગર કંઈ રીતે આ ફિલ્મના પ્રોમો રિલીઝ કરવામાં આવ્યા. જસ્ટિસ રેડ્ડી એ પણ કહ્યું કે જો જરૂર પડશે તો બેંચે આ મુવીને જોઈ પણ શકે છે.

Image result for loveratri r subhash reddy

આપને જણાવી દઈએ કે આ ફિલ્મથી સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં આયુષની અપોજિટ નવી અભિનેત્રી વરીના હુસૈન પણ બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. 5 ઓક્ટોમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે.