Not Set/ photos : જુઓ, દિકરી ખુશી સાથે સેલ્ફી સહિતની શ્રીદેવીની અંતિમ તસ્વીરો

દુબઈ, બોલીવુડના રૂપેરી પડદાની ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનું ૫૫ વર્ષે અચાનક નિધન થયું છે. શનિવારની રાતે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું હતું. શ્રીદેવી તેઓના પતિ બોની કપૂર અને નાની પૂત્રી ખુશી સાથે મોહિત મારવાહના લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દુબઈ ગયા હતા. […]

Entertainment

દુબઈ,

બોલીવુડના રૂપેરી પડદાની ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીનું ૫૫ વર્ષે અચાનક નિધન થયું છે. શનિવારની રાતે દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શ્રીદેવીને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓનું નિધન થઈ ગયું હતું. શ્રીદેવી તેઓના પતિ બોની કપૂર અને નાની પૂત્રી ખુશી સાથે મોહિત મારવાહના લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે દુબઈ ગયા હતા. પરંતુ તેની મોટી પુત્રી જ્હાનવી મુંબઈમાં જ છે. તે શુટિંગની વ્યસ્તતાના કારણે દુબઈ જઈ શકી ન હતી.

મોહિત મારવાહ નોઇડા ફિલ્મ સિટીના ફાઉન્ડર સંદીપ મારવાહના પુત્ર છે. તેઓ બોની કપૂરના ભાણેજ અને અર્જુન કપૂર અને સોનમ કપૂરના પિતરાઈ ભાઈ છે.

અભિનેત્રી શ્રીદેવી સોશિયલ સાઈટસ ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટીવ રહેતા હતા અને પોતાની ખૂબસૂરત યાદોની તસવીરો હંમેશા શેર કરતા હતા. દુબઈમાં મોહિત મારવાહના જે લગ્નમાં ગયા હતા તેની તસ્વીરો પણ શેયર કરી હતી.

મહત્વનું છે કે, શ્રીદેવીને બોલીવુડની પહેલી ફિમેલ સુપરસ્ટાર ગણવામાં આવતી હતી. એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કરનાર શ્રીદેવીને વર્ષ ૨૦૧૩માં “પદ્મશ્રી” સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ ખ્યાતનામ અભિનેત્રી ૭ જુલાઈ, ૨૦૧૭ના રોજ અંતિમ વખત “મોમ” ફિલ્મમાં જોવા મળ્યા હતા.

જુઓ, બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીની અંતિમ તસ્વીરો,