Not Set/ ૭૦ વર્ષની મહિલા થઇ પ્રેગ્નન્ટ: ડોક્ટર્સ દંગ રહી ગયા

૭૦ વર્ષની ઉમરના ઘણાં લોકો ચાલી-ફરી શકતા નથી, અને આવામાં ૭૦ વર્ષની એક મહિલાએ દાવો કર્યો છે કે એ ૬ મહિનાથી ગર્ભવતી છે. મેક્સિકોના સીનાઓલા શહેરમાં રહેતી મારિયા ડી લાલુસે પોતાના સોનોગ્રાફી રીપોર્ટસ પણ મિડિયામાં શેર કાર્ય છે. પહેલાથીજ ૭ બાળકોની માતા બનેલી આ મહિલાના રીપોર્ટસ જોઇને ડોક્ટર્સ પણ દંગ રહી ગયા છે. મારિયાનું કહેવાનું […]

World Trending
Screen Shot 2018 05 21 at 9.50.35 PM.width 800 ૭૦ વર્ષની મહિલા થઇ પ્રેગ્નન્ટ: ડોક્ટર્સ દંગ રહી ગયા

૭૦ વર્ષની ઉમરના ઘણાં લોકો ચાલી-ફરી શકતા નથી, અને આવામાં ૭૦ વર્ષની એક મહિલાએ દાવો કર્યો છે કે એ ૬ મહિનાથી
ગર્ભવતી છે. મેક્સિકોના સીનાઓલા શહેરમાં રહેતી મારિયા ડી લાલુસે પોતાના સોનોગ્રાફી રીપોર્ટસ પણ મિડિયામાં શેર કાર્ય છે.
પહેલાથીજ ૭ બાળકોની માતા બનેલી આ મહિલાના રીપોર્ટસ જોઇને ડોક્ટર્સ પણ દંગ રહી ગયા છે.

મારિયાનું કહેવાનું છે કે એના પગમાં દર્દ થઇ રહ્યું છે , વારંવાર ઉલટીઓ થઇ રહી છે જેવું પ્રેગ્નન્સી દરમિયાન થઇ છે. એમણે
અત્યાર સુધી ૧૦ વાર અલગ-અલગ જગ્યાઓ પર સોનોગ્રાફી કરાવી છે અને ડોક્ટર્સ પણ આ જોઇને દંગ છે કે તેણી પ્રેગ્નન્ટ છે.
ડોક્ટર્સનું માનવાનું છે કે તેણી થોડાજ સમયમાં એક બાળકને જન્મ આપશે.

જો મારિયા બાળકને જન્મ આપશે તો એ દુનિયામાં સૌથી મોટી ઉમરમાં માતા બનવાવાળી બીજી મહિલા હશે. આના પહેલા ખબર
આવી હતી કે પંજાબની દલજીન્દર કૌર ૨૦૧૬માં ૭૦ વર્ષની ઉમરે  IVF ટેકનોલોજીથી પ્રેગ્નન્ટ થઇ હતી.

જણાવી દઈએ કે મેક્સિકોની ૭૦ વર્ષીય મારિયા ડી લાલુસે પ્રેગ્નન્સી બાબતે વધારે જાણકારી આપી નથી. એ જણાવ્યું નથી કે એ કઈ
રીતે પ્રેગ્નન્ટ થઇ છે કે પછી તેણે કોઈ ફર્ટિલાઇઝેશન ટેકનીક નો સહારો લીધો છે. ડોક્ટર્સનું માનવામાં આવે તો જો તેણી બાળકને
જન્મ આપશે તો સિઝેરિયન ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે નહીતો એમનું મૃત્યુ થવાની સંભાવનાઓ વધી જશે.