Not Set/ સલમાનની ભારતનું ટીઝર રીલીઝ,ચાહકો ફીદા થશે ભાઇની ધમાકેદાર એન્ટ્રી પર

મુંબઇ, સલમાન ખાનની રેસ 3 ભલે દર્શકોના દિલ જીતવામાં નિષ્ફળ ગઈ હોય પરંતું તેમના ચાહકોમાં આવનારી ફિલ્મ ભારતને લઇને ભારે ઉત્સુકતા છે.ભારતનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે જેને લાખો દર્શકોએ નિહાળ્યું છે.ભારતને ઇદના દિવસે રીલીઝ કરાશે. સલમાન ખાનની દરેક ફિલ્મની જેમ ભારતની ટીઝરમાં પણ તેમની ધમાકેદાર એન્ટ્રી બતાવી છે.બાઇક પર સ્ટંટ કરતા સલમાનને જોઇને તેના […]

Trending Entertainment
bharat સલમાનની ભારતનું ટીઝર રીલીઝ,ચાહકો ફીદા થશે ભાઇની ધમાકેદાર એન્ટ્રી પર

મુંબઇ,

સલમાન ખાનની રેસ 3 ભલે દર્શકોના દિલ જીતવામાં નિષ્ફળ ગઈ હોય પરંતું તેમના ચાહકોમાં આવનારી ફિલ્મ ભારતને લઇને ભારે ઉત્સુકતા છે.ભારતનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે જેને લાખો દર્શકોએ નિહાળ્યું છે.ભારતને ઇદના દિવસે રીલીઝ કરાશે.

સલમાન ખાનની દરેક ફિલ્મની જેમ ભારતની ટીઝરમાં પણ તેમની ધમાકેદાર એન્ટ્રી બતાવી છે.બાઇક પર સ્ટંટ કરતા સલમાનને જોઇને તેના ફેન સિનેમાહોલમાં ઉછળી પડશે તે ચોક્કસ છે.

ટીઝરમાં સલમાન ખાન કહે છે કે મેરે બાબુજીને મેરા નામ ભારત રખા..અબ ઇતને બડે નામ કે આગે ન તો અપના ..ના ઇસ દેશ કા માન કમ કર સકતા હું…

ભારતને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. તેમાં સલમાનની સાથે કેટરિના કૈફ, દિશા પટ્ટણી અને નોરા ફતેહી મહત્વના કિરદારમાં છે. કોમેડિયન સુનિલ ગ્રોવર પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં દેખાશે.

ટીઝરની શરૂઆતમાં સ્વતંત્રતા પહેલાનું ભારત દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં સલમાન જુદા જુદા અવતારમાં જોવા મળે છે.

તમને જણાવી દઇએ કે પહેલાં આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પ્રિયંકા ચોપરા જોવા મળવાની હતી, પરંતુ ફિલ્મની શૂટિંગ શરુ થયા બાદ પ્રિયંકાએ અચાનક આ ફિલ્મથી પોતાનું અંતર જાળવી લીધું.