Not Set/ સિંગર દિવ્યા ચૌધરીએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતો વિડીયો કર્યો વાઈરલ

સોશિયલ મીડિયામાં કોરોના ગાઈડ લાઈન્સના નિયમોનું સરેઆમ ઉલંઘન કરતા વિડીઓ અવાર નાવાર્સમે આવે છે. હવે સીગર  દિવ્યા ચૌધરી લગ્નમાં માસ્ક વગર અને લોકો ની ભીડ એકત્રિત કરી સરેઆમ કોવિડ ગાઈડલાઈન નું ઉલ્લંઘન  કરતો વિડીયો સામે આવ્યો છે.

Gujarat Trending
rupani 4 સિંગર દિવ્યા ચૌધરીએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતો વિડીયો કર્યો વાઈરલ

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી ઘાતક લહેર્માંથી માંડ રાહત મળી છે. ત્યારે મળેલી છૂટનો અને કોરોના ગાઈડલાઈન્સનો સરેઆમ એક સામાન્ય બાબત બની ગઈ છે. નેતા હોય કે પછી કોઈ મોટું માથું કે પછી કોઈ મોટો પક્ષ નિયમો તોડવા એ તો જાણે ફેશન બની ગઈ છે. સોશિયલ મીડિયામાં કોરોના ગાઈડ લાઈન્સના નિયમોનું સરેઆમ ઉલંઘન કરતા વિડીઓ અવાર નાવાર્સમે આવે છે. હવે સીગર  દિવ્યા ચૌધરી લગ્નમાં માસ્ક વગર અને લોકો ની ભીડ એકત્રિત કરી સરેઆમ કોવિડ ગાઈડલાઈન નું ઉલ્લંઘન  કરતો વિડીયો સામે આવ્યો છે.

ખુદ દિવ્યા ચૌધરીએ વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. શિહોરી તાલુકાના થરા નો લગ્નપ્રશ્નગ નો વિડિઓ સિંગર દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે. સામાન્ય નાગરિક જ્યારે માસ્ક વગર નજરે  પડે તો એક હજારનો દંડ વસુલવામાં આવે છે. પરંતુ જ્યારે આવા લોકો પર કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી. વિડિઓ ને લઈને સામાન્ય લોકો માં રોષ જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ ડિસ્ટન્સના ભંગ મામલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. થરા પોલીસ દ્વારા સિંગર દિવ્યા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધી છે. થરા પોલીસ દ્વારા દિવ્યા ચૌધરી, વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકરભાઈ રાજાભાઈ ચૌધરી અને કેટરિંગના સંચાલક પરેશ નાગજીભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધી છે.