blood donation/ પોરબંદરમાં રક્તદાન કરનારાઓને મિક્સરની મળી ભેટ

પોરબંદરમાં રક્તદાન કરનારાઓને મિક્સરની ભેટ મળી છે. પોરબંદરમાં હનુમાન જયંતિએ અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દિવસે રક્તદાન કરનારાઓને મિક્સરની ભેટ આપવામાં આવી હતી. રક્તદાન કરનારાઓને હજાર રૂપિયાનું મિક્સર ભેટ આપવામાં આવ્યું હતું.

Gujarat Breaking News
Beginners guide to 2024 04 23T161724.625 પોરબંદરમાં રક્તદાન કરનારાઓને મિક્સરની મળી ભેટ

પોરબંદરઃ પોરબંદરમાં રક્તદાન કરનારાઓને મિક્સરની ભેટ મળી છે. પોરબંદરમાં હનુમાન જયંતિએ અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દિવસે રક્તદાન કરનારાઓને મિક્સરની ભેટ આપવામાં આવી હતી. રક્તદાન કરનારાઓને હજાર રૂપિયાનું મિક્સર ભેટ આપવામાં આવ્યું હતું.

પોરબંદરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલા હનુમાનજી વંદના સમિતિ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પની ખાસિયત એ હતી કે તેમા ભાગ લેનારા બધાને પ્રોત્સાહિત કરવા મિક્સર આપવામાં આવ્યા હતા. પોરબંદર, જામનગર અને અમદાવાદ સહિત કુલ સાત બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

હનુમાન જયંતિના દિવસે સવારના સાત વાગ્યાથી ફરીથી રક્તદાન શરૂ થતાં રક્તદાતાઓની લાંબી લાઇન જોવા મળી હતી. 2,100 બોટલ રક્ત ભેગું થયું હતું. રક્તદાતાઓને બાલા હનુમાન વંદના મહોત્સવ તરફથી મિક્સર ભેટ આપવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર

આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ