Thailand/ નોઈડાનો 25 હજારનું ઈનામ ધરાવતો ગેંગસ્ટર થાઈલેન્ડથી ઝડપાયો

ઘણા સમયથી ફરાર ગેંગસ્ટર રવિ નાગર પકડાતા અનેક રહ્સ્યો ખુલશે

Top Stories India
Beginners guide to 2024 04 23T162431.981 નોઈડાનો 25 હજારનું ઈનામ ધરાવતો ગેંગસ્ટર થાઈલેન્ડથી ઝડપાયો

Noida News : ઘણાં સમયથી નાસતા ફરતા ગેંગસ્ટર રવિ નાગર ઉર્ફે રવિ કાણાની અંતે ધરપકડ કરવામાં આવી છે. ગેંગરેપના આરોપી રવિ કાણાના ઠેકાણાઓ પર પોલીસ અનેક વાર દરોડા પાડી ચુકી હતી ફમ તે ઝડપાતો ન હતો.  મિડીયા રિપોર્ટ મુજબ 25 હજારનું ઈનામ ધરાવતા રવિની થાઈલેન્ડથી ધરપકડ કરવામાં આવી હતી. રવિ તેની ગર્લફ્રેન્ડ કાજલ ઝા સાથે ફરાર હતો. તેની ધરપકડથી અંદારી આલમના અનેક રહ્સ્યો ખુલવાની શક્યતા છે.

સ્ક્રેપ માફિયા રવિ નાગર ઉર્ફે રવિ કાણા અને ગેંગના અન્ય ફરાર શખ્સો પર કાનૂનો ગાળિયો સતત મજબૂત થઈ રહ્યો હતો. તેની પત્ની મધુ નાગરની પણ ફેબ્રુઆરીમાં ધરપકડ થઈ હતી. ગેંગના અન્ય શક્સોની ધરપકડ સાથે જ પોલીસે જ્પતીની કાર્યવાહી માટે રવિ કાણાના મુળ ગામ દાદુપુર સ્થિત ઘર પર કલમ-82 હેઠળની નોટીસ પણ ચિપકાવી હતી.

ગયા મહિને રવિની ગેંગના ખાસ સભ્ય તરૂણ છોંકરની બીટા-2 પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. આરોપી એમબીએ પાસ છે અને પાણીના રેલાની જેમ અંગ્રેજી બોલે છે. તેની વિરૂધ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ બીટા-2 કોતવાલીમાં ગુનો દાખલ છે. આ ગેંગના સભ્યો રાજકુમાર નાગર, અનિલ નાગર, આઝાદ નાગર, વિકાસ નાગર, વિક્કી, અફસાર, રાશીદ અલી, પ્રહલાદ, મહકી નાગર, મધુ નાગર, અમન શર્મા, અવધ ઉર્ફે બિહારી ઉર્ફે અમર સિંહની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજસ્થાનમાં PM મોદી અને કંગના રનૌત સહિત શિવરાજસિંહ ચૌહાણ બીજા તબક્કામાં કરશે જોરશોરથી પ્રચાર

આ પણ વાંચો: મુખ્તાર અંસારીનું મોત ઝેરથી થયું હતું? વિસરા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

આ પણ વાંચો: સેના પર સૌથી વધુ ખર્ચ કરવામાં વિશ્વનો ચોથો દેશ બન્યો ભારત,SIPRIના અહેવાલમાં કરવામાં આવ્યો દાવો