Sandeshkhali Case/ સંદેશખાલીની મહિલાઓ બોલી શાહજહા મહિલાઓને ઘરેથી ઉઠાવી લેવડાવતો હતો

13 વર્ષથી અમે સહન કરતા આવ્યા છીએ. શાહજહા શેખ અને તેના સાગરતી જે મહિલા સારી દેખાય તેને પાર્ટીની મિટીંગને બહાને ઓફિસમાં બોલાવી લેતો હતો.

Top Stories India
YouTube Thumbnail 20 1 સંદેશખાલીની મહિલાઓ બોલી શાહજહા મહિલાઓને ઘરેથી ઉઠાવી લેવડાવતો હતો

@નિકુંજ પટેલ

13 વર્ષથી અમે સહન કરતા આવ્યા છીએ. શાહજહા શેખ અને તેના સાગરતી જે મહિલા સારી દેખાય તેને પાર્ટીની મિટીંગને બહાને ઓફિસમાં બોલાવી લેતો હતો. બે, ત્રણ, ચાર દિવસ..જ્યાં સુધી મન ન ભરાય તે મહિલાઓને ઓફિસમાં જ રાખતો હતો. કોઈ મબિલા બોલાવ્યા છતા ન આવે તો તેને ઘરેથી ઉઠાવી લેતા હતા. 3થી 4 વાર મને પણ ઓફિસમાં બોલાવી હતી. પહેલા તો હું ગઈ ન હતી, પરંતુ મારા પતિને જ તેમણે ઉઠાવી લીધો. તેને મારઝુડ કરી, હું શું કરૂં. પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં આવી સેંકડો સ્ટોરીઓ છે. જેમાં ફક્ત ભોગ બનનાર જ બદલાય છે. આપવીતી બધાની એક જેવી છે.

ઉત્તર 24 પરગણા જીલ્લા સ્થિત સંદેશખાલી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના નેતા શાહજહાં શેખનો વિસ્તાર છે. શાહજહાં અને તેના બે સાથીઓ શીબૂ હાજરા  અને ઉત્તમ સરદાર પર આરોપ છે કે તેઓ મહિલાઓ પર ગેંગરેપ કરતા હતા. આ કેસમાં શીબૂ હાજરા અને ઉત્તમ સરદાર સહિત 18 જણાને પોલીસે ઝડપી લીધા છે. જોકે શાહજહાં હજી ફરાર છે. શાહજહાની ધરપકડ ન થતા હાઈકોર્ટે મંગળવારે ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે જે વ્યક્તિ આ સમસ્યાનું મૂળ કારણ બતાવાઈ રહ્યું છે તેને હજી પકડી શકાયો નથી.

શાહજહાના કરતૂતો અંગે ચાર મહિલાઓએ પોતાની આપવીતી જણાવી હતી. જેમાં કત્રણ મહિલાઓએ તેમની સાથે ગેંગરેપ અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો દાવો કર્યો હતો. જ્યારે એક મહિલાએ કહ્યું કે મારી સાથે ખોટુ કામ નથી થયું પરંતુ તે લોકોએ મારી જમીન હડપ કરી લીધી હતી. ભોગ બનેલી મહિલાઓ 7 ફેબ્રુઆરીથી લંદેશખાલીના પાત્રોપાડામાં પ્રદર્શન કરી રહી છે અને શાહજહાં શેખને છોડશો નહી, છોડશો નહી ના નારા લગાવી રહી છે. તેમણે શાહજહાંની ધરપકડ નહી થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે, એમ કહ્યું હતું.

શાહજહાં શેખ ટીએમસીનો જીલ્લા સ્તરનો નેતા છે. રાશન ગોટાળામાં ઈડીએ 5 જાન્યુઆરીના રોજ તેના ઘર ઉપર દરોડો પાડ્યો હતો. તે સમયે શાહજહાના 200થી વધુ સમર્થકોએ ઈડીની ટીમ પર હુમલો કરી દીધો હતો.ત જેમાં અધિકારીઓને જીવ બચાવીને ભાગવું પડ્યું હતું. ઉલ્ટુ પશ્ચિમ બંગાળ પોલીસે ઈડીના અધિકારીઓ પર કેસ દાખલ કરી દીધો હતો. ત્યારથી શાહજહાં શેખ ફરાર છે. જોકે સંદેશખાલીના લોકોનું કહેવું છે કે તે ક્યાંય ગયો નથી પણ અહીંયા જ છે.

પાત્રાપાડાની એક મહિલાનું કહેવું છે કે શાહજહાં શેખના માણસો જબરજસ્તી પાર્ટીની ઓફિસે બોલાવતા હતા. અહીં પાર્ટીની મિટીંગ થતી હતી, જેમાં ગામના તમામ લોકોને જવાનું હોય છે. જે લોકો નજાય તેમની થે તેઓ મારઝૂડ કરતા હતા. મિટીંગ બાદ પુરૂષોને ઘરે મોકલી દેવાતા હતા અને મહિલાઓને ત્યાં જ રોકી રખાતી હતી. તેની સાથે ગંદી હરકતો કરતા હતા. કોઈ મહિલા ઓફિસ આવવાનો ઈન્કાર કરે તો તે તેના પતિને ઉછાવી લેતા હતા.

વધુમાં આ મહિલાનું કહેવું છે કે નાની બાળકીઓ સાથે તો આવી હરકતો થતી ન હતી પરંતુ 18,20 અને 30થી 40 વર્ષની મહિલાઓ સાથે તેઓ ખરાબ વર્તન કરતા હતા. મહિલા કોઈ પણ ઉંમરની હોય જે મહિલા તેમને સારી લાગતી હતી તેને ઉઠાવી લેતા હતા. શાહજહાં શેખ સીધી રીતે સંડોવાયેલો હતો કે કેમ તે અંગે મહિલાનું કહેવું છે કે હા શેખ, હાજરા અને ઉત્તમ સરદાર ત્રણેય આ બધુ કરતા હતા. તમે પોલીસને કેમ જણા ન કરી એમ મિડીયાએ પુછતા મહિલાએ કહ્યું કે તે બે ત્રણ વાર પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ પોલીસ પણ તેમની જ છે એટલે અમારૂ સાંભળતી નથી. તેમણે અમારી ફરિયાદ લીધી ન હતી.

મહિલાઓ જ્યારે ઘરે નાના બાળકો છે, તેમના માટે જમવાનું બનાવવાનું છે એમ કહે ત્યારે તેઓ જવા દેતા હતા. તેમને જે મનમાં આવે તે કરતા હતા. એક મહિલાએ કહ્યું કે તેની દોઢ વીઘા જમીન તેમના કબજામાં છે. એક પણ પૈસો આપ્યો નથી. અમે લોકો ગરીબ છીએ. જમીન જતી રહેશે તો અમે ખાઈશું શું.

અન્ય એક પિડીતાનું કહેવું છે કે તે લોકો મહિલાઓને ઓફિસમાં બેસાડીને રાખતા હતા. કેટલા દિવસ રાખશે તે નક્કી નથી હોતું. પાંચથી છ મહિના પહેલા મારી સાથે આવું જ થયું હતું. પોલીસ અને સરકાર બન્ને તેમના છે.

સંદેશકાલી સિવાય કેટલીક પિડીતા તુસીખાલી અને તિમોરા બજારમાં રહે છે. તિમોરા બજારમાં એક ગ્રોસરી શોપમાં બેઠેલી મહિલાને શાહજહાં શેખ, શીબૂ હાજરા અને ઉત્તમ સરદાર અંગે પુછતા તેણે કહ્યું કે ત્રણેય ખૂબ જ શક્તિશાળી છે. તેઓ અહીંના ડોન છે તેમની સરકાર છે. અમે ગરીબ માણસો બોલીએ તો મરી જઈશું.

મામલો બિચકતા પષ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી છે. સીઆઈડીમાં તહેનાત ડીઆઈજી સોમા દાસ મિત્રા આ ટીમને લીડ કરી રહી છે. ટીમના અન્ય સભ્યો પણ મહિલાઓ જ છે. આ ટીમ પિડીત મહિલાઓ સાથે વાત કરીને રિપોર્ટ તૈયાર કરશે. તેમની આપવીતી સાંભળશે આથી સાચી માહિતી એકઠી થઈ શકે. એસઆઈટીએ મહિલાઓનો સંપર્ક કર્યો છે. જોકે મહિલાઓનો આરોપ છે કે ટીમ એક જ સવાલ અમને વારંવાર પુછે છે. તેમનું ધ્યાન અમારી આપવીતી જાણવા કરતા એ વાત પર વધુ છે કે અમને અમારી વાતોમાં બાંધી રાખે.

એક મહિલા સાથે એસઆઈટી ત્રણ વાર પુછપરછ કરી ચુકી છે. ટીમની સભ્ય પુછે છે કે શું થયું હતું વિગતે બતાવો. કોઈ તપાસ કરાવી હતી કે કેમ. કોઈ મેડિકલ રિપોર્ટ નથી. કોઈ દવા તો લીધી હશે ને. ઘરમાં કોને જણાવ્યું હતું. પતિને જાણ છે. ક્યાં અને કેવી રીતે થયું આ બધું. બસ આ જ સવાલો ફેરવી ફેરવીને પુછી રહ્યા છે. પોલીસ અમને સહાય નથી કરતી અને ડરાવે છે.

અન્ય એક મહિલાનું કહેવું છે કે એક જ વાત કેટલીવાર કહેવાની. બધુ તો જણાવી ચુક્યા છીએ. અમે તો મિડીયાને પણ બધુ જણાવી દીધું છે. જો પુછવું જ હોય તો પહેલા શાહજહા શેખને પકડે અને તેને પુછો. હાજરા અને સરદારને પુછો.

ટીમમાં સામેલ પોલીસ અધિકારી એક જ સવાલ કેટલીય રીતે પુછે છે. વારંવાર પુછવાથી કુંઈ અલગ જ કહેવાઈ જાય છે. ત્યારે તે એમ કહે છે કે તમે આ તો કહ્યું ન હતું. અમને ચૂપ રહેવા કહેતી હતી. એ કહેતી હતી કે આ બધા લોકો તો જતા રહેશે હંમેશા સાથે નહી રહે. તમારે અહીં જ રહેવાનું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની 30 ફરિયાદો સામે આવી છે. નેશનલ વુમન કમિશનની અધ્યક્ષ રેખા શર્મા 19 ફેબ્રુઆરીએ સંદેશખાલી પહોંચી હતી. તે જ દિવસે આ ફરિયાદો થઈ હતી.

સોશિયલ વર્કર પિયાલી દાસ ફરિયાદ દાખલ કરાવવામાં મહિલાઓની મદદ કરી રહી છૈ. તેમનું કહેવું છે કે તમામ ફરિયાદો સેક્સ્યુઅલ એબ્યુઝની છે. તેમાં લખ્યું છે કે કેવી રીતે મહિલાઓને રાત્રે ઉઠાવીને લઈ જવાતી હતી. ગંદા ઈશારા કરતા હતા. તેમની સાથે ગંદુ કામ કરતા હતા. કોઈ ફરિયાદ રેપ કે ગેંગરેપની થઈ છે કે કેમ તે અંગે પુછતા પિયાલીએ કહ્યું હતું કે રાત્રે મહિલાઓને ઉઠાવીને લઈ જતા હતા સાથે રાખતા હતા. હવે આનાથી વધુ અમે શું કહીએ, શું ફરિયાદ કરીએ.

બસીરહાટના એસપી હુસેન મેહદી રહેમાને શનિવારે કહ્યું હતું કે સંદેશખાલી કેસમાં શાહજહાં શેખ વિરૂધ્ધ કોઈ ફરિયાદ મલી નથી. ટીએમસી નેતા શીબુ હાજરાની ધરપકડ સાથે આ કેસમાં ધરપકડનો આંક 18 ઉપર પહોંચ્યો છે. શીબુ હાજરાને બસીરહાટના નજાત વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો. પોલીસ ફરિયાદને આધારે તપાસ કરી રહી છે. એક ભોગ બનનારે મેજાસ્ટ્રેટ સામે નિવેદન દાખલ કરાવ્યા બાદ કેસમાં ગેંગરેપની કલમ 376 (ડી) અને હત્યાની કોશિશની કલમ 307 લગાવવામાં આવી છે.

હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ પાસેથી મંજુરી મલ્યા બાદ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મંગળવારે સંદેશખાલી પહોંચ્યા હતા. હાઈકોર્ટની સિંગલ બેન્ચે સોમવારે સંદેશખાલી જવાની મંજુરી અપાઈ હતી. તેની વિરૂધ્ધમાં બંગાળ સરકાર ડિવિઝન બેન્ચ ગઈ હતી.

શુભેન્દુ અધિકારીએ સંદેશખાલીમાં સ્થાનિક મહિલાઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે મહિલાઓના અનુભવ રૂવાડા ઉભા કરી દે તેવા છે. તેમની જમીન હડપ કરી લેવાઈ છે. તેમનું શોષણ કરાયું છે અને આ બધુ પોલીસ-પ્રશાસનની મદદથી થયું છે. અહીંની સ્થિતી ભયાનક છે અને અરાજકતાનું ઉદાહરણ છે. અધિકારી સાથે બીજેપીના ધારાસભ્ય શંકર ઘોષ પણ સંદેશખાલી ગયા હતા. તે પહેલા પોલીસે શુભેન્દુ અધિકારીને સંદેશખાલીથી બે કિલોમીટર દૂર ધમાખાલીમાં અટકાવી દીધા હતા.

મમતા બેનરજીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો કે તે સંદેશખાલીની મહિલાઓને ભડકાવી રહ્યા છે. એક જાહેર મિટીંગમાં તેમણે કહ્યું કે મહિલાઓએ એક પણ એફઆઈઆર દાખલ કરાવી નથી. આ મહિલાઓને બીજેપી ભડકાવી રહી છે.

પછ્ચિમ બંગાળમાં ઉત્તર 24 પરગણા જીલ્લામાં શાહજહાંની ઓળખ મછુઆરાના લીડર, બિઝનેસમેન, ડોન અને જમીન માફિયાની છે. ઉત્તર 24 પરગણામાં વિધાનસભ્ય અને સાંસદથી વધુ શાહજાહાં શેખ જાણીતો છે. તે 1999માં સવારી લઈ જતી ગાડીમાં કંડ્કટરનું કામ કરતો હતો. તે દરમિયાન સ્થાનિક બજારમાં શાકભાજી પણ વેચી હતી. થોડા સમય પછી તેણે કંડક્ટરની નોકરી છોડી દીધી અને ગુંડો બની ગયો. જમીનના સોદા કરવા લાગ્યો. શાહજાહાંના કાકા મુસ્લિમ શેખ સીપીઆઈ(એમ) ના સ્થાનિક નેતા છે. તેમની મદદથી તે રાજકારણમાં આવી ગયો. જરૂરિયાતવાળા લોકોની મદદ કરવાને કારણે લોકો તેને પસંદ કરવા લાગ્યા. સેંકડો યુવકોને મોબાઈલ અને બાઈક અપાવીને પોતાની સિંડીકેટમાં સામેલ કરી લીધા હતા.

2011માં શાહજહાં શેખે સીપીઆઈ (એમ) છોડી દીધી અને ટીએમસીમાં જોડાઈ ગયો. દરમિયાન તે મમતા સરકારમાં મંત્રી જ્યોતિપ્રિય મલિકનો નજીકનો સાથી બની ગયો. વિસ્તારમાં શાહજહાંનો દબદબો એટલો બધો હતો કે લોકો અંદરોઅંદરના ઝઘડા અને જમીનના વિવાદ ઉકેલવા તેની પાસે આવવા લાગ્યા હતા.

પંચાયતની ચૂંટણીમાં શાહજહાંએ તેની પાસે 17 કાર, 43 વીઘા જમીન, 2 કરોડ રૂપિયાના દાગીના અને વાર્ષિક આવક અંદાજે 20 લાખ જણાવી હતી. જોકે સંદેશખાલીના લોકોનું કહેવું છે કે શાહજહાં પાસે દસ્તાવેજોમાં કરેલા દાવા કરતા અનેક ગણી વધુ જમીન છે. એવો પણ આરોપ છે કે શાહજહાંના માણસો વિસ્તારના દરેક માછલીના વેપારી પાસેથી પૈસા વસુલે છે.

દરમિયાન શાહજહાં પર પોલીસ કેસ પણ દાખલ થતા ગયા. શાહદહાં બીજેપીના ત્રણ કાર્યકર પ્રદીપ મંડલ, દેબદાસ મંડલ અને સુકાંત મંડલની હત્યાના કેસમાં મુખ્ય આરોપી છે. તેમની હત્યા 5 જૂન 2019નાં રોજ કરવામાં આવી હતી. હત્યા બાદ શાહજહાંએ તેમના મૃતદેહો સળગાવી દીધા હતા આથી કોઈ પુરાવો ન મળે, તેવો પણ આરોપ છે. શાહજહાં વિરૂધ્ધ હત્યા, આગ ચાંપવી, લૂંટફાટ અને સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના 40થી વધુ ગુના દાખલ છે. તેની વિરૂધ્ધ જમીન હડપ કરી લેવાના ગુના પણ છે.

કોલકાતા હાઈકોર્ટે મંગળવારે સંદેશખાલી મામલામાં સુનાવણી કરી હતી. ચીફ જસ્ટીસ ટીએસ શિવગણનમની અધ્યક્ષતા હેઠળની બેન્ચે કહ્યું હતું કે પોલીસે હજી સુધી મુખ્ય આરોપી શાહજહાંની ધરપકડ કરી નથી. આ બાબત પરેશાન કરનારી છે. બેન્ચે વધુમાં કહ્યું કે જે વ્યક્તિને આ સમસ્યાનું મૂળ કારણ બતાવાઈ રહ્યું છે તેને હજી પકડી શકાયો નથી. તે કાનુનને થાપ આપીને ભાગી રહ્યો છે.

સીપીઆઈ(એમ)ની સીનીયર લીડર વૃંદા કરાત મંગળવારે સંદેશખાલી જવા રવાના થયા હતા પરંતુ પલીસે તેમને ધમાખાલી નૌકા ઘાટ પાસે રોકી દીધા હતા. જો કરાત સંદેશખાલી જશે તો સાંતિ ભંગ થવાની શંકા છે એમ પોલીસે કહ્યું હતું. બાદમાં પલીસે તેમને સંદેશખાલી જવાની મંજુરી આપી હતી.

19 જાન્યુઆરીએ પોલીસે સંદેશખાલી ખાતે કવરેજ માટે ગયેલા ટીવી જર્માલિસ્ટ સંતૂ પૈનની દરપકડ કરી હતી. બસીરહાટના એસપી મેહદી રહેમાને મિડીયાને જણાવ્યું હતું કે એક મહિલાએ પત્રકાર સામે ફરિયાદ કરી હતી. મહિલાનો આરોપ છે કે રિપોર્ટર મંજુરી વગર કેમેરામેન સાથે તેના ઘરમાં ઘુસી ગયો હતો અને રેકોર્ડીંગ શરૂ કરી દીધું હતું. કોલકાતા પ્રેસ ક્લબે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે અમે પત્રકારની તાત્કાલિક છુટકારાની માંગણી કરીએ છીએ. જો તેની સામે કોઈ આરોપ છે તો તેની તપાસ થવી જોઈએ. અમે કવરેજ કરી રહ્લા પત્રકારની ધરપકડનો વિરોધ કરીએ છીએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

આ પણ વાંચોઃAmerica/ભારતના ડ્રાઇવિંગ લાઇસન્સ પર અમેરિકામાં પણ વાહન ચલાવી શકો છો,જાણો નિયમ

આ પણ વાંચોઃઉમેદવારની યાદી/સમાજવાદી પાર્ટીએ લોકસભાની ત્રીજી ઉમેદવારની યાદી જાહેર કરી,શિવપાલ યાદવ આ બેઠક પર ચૂંટણી લડશે