કોરોના સંક્રમણ/ શૂટર દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ, શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં કરાયા દાખલ

કોરોનાનું સંકટ દેશમાં સતત વધી રહ્યુ છે.આ સંકટની ઘડીમાં આ વાયરસથી કોઇ નેતા-અભિનેતા અછૂતા રહ્યા નથી. ઘણી મોટી હસ્તીઓ પણ આ વાયરસનો શિકાર બની છે. હવે પ્રખ્યાત શૂટર ચંદ્રો તોમર, જેમને ‘શૂટર દાદી’ તરીકે પણ ઓળખવામાં આવે છે…..

India
123 143 શૂટર દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ, શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં કરાયા દાખલ

કોરોનાનું સંકટ દેશમાં સતત વધી રહ્યુ છે.આ સંકટની ઘડીમાં આ વાયરસથી કોઇ નેતા-અભિનેતા અછૂતા રહ્યા નથી. ઘણી મોટી હસ્તીઓ પણ આ વાયરસનો શિકાર બની છે. હવે પ્રખ્યાત શૂટર ચંદ્રો તોમર, જેમને ‘શૂટર દાદી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોરોના પોઝિટિવ થયા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર શૂટર દાદીને ઉત્તર પ્રદેશનાં બાગપતનાં રહેવાસી 89 વર્ષીય શૂટરનાં ટ્વિટર પેજ પરથી આ માહિતી આપવામાં આવી છે.

તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર લખ્યું છે કે, ‘દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ છે અને તેમને શ્વસન સંબંધી સમસ્યાઓનાં કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભગવાન દરેકની રક્ષા કરે – પરિવાર.’ ચંદ્રો તોમરે જ્યારે શૂટિંગ શરૂ કર્યું ત્યારે તેમની ઉંમર 60 વર્ષથી વધુ હતી, પરંતુ તે પછી તેમણે ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી લીધી હતી અને તેમના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. તેમને વિશ્વની સૌથી ઉંમરલાયક શૂટર માનવામાં આવે છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, ચંદ્રો તોમર અને પ્રકાશી તોમરનાં જીવન પર ‘સાંડ કી આંખ’ નામની એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં તાપ્સી પન્નુ અને ભૂમિ પેડનેકરે આ બંનેની ભૂમિકા ભજવી હતી. ચંદ્રો તોમર અને પ્રકાશી તોમારે તેમના જીવનનાં 60 વર્ષ ઘર અને ખેતરની સંભાળમાં ગાળ્યા છે. ત્યારબાદ બંનેને તેમની શૂટિંગ કુશળતાની જાણકારી થઇ. શૂટર બનવાના સપનામાં આ બે દાદીઓની સામે એક કે બે નહીં પણ હજારો પડકારો હતા. જ્યારે બંનેએ શૂટર બનવાનું સપનું જોયું ત્યારે ઘણા પડકારો સામે આવ્યા. આ પડકારોનો સામનો કરીને, બંનેએ તેમના સપના પૂરા કર્યા અને દેશભરની મહિલાઓ માટે પ્રેરણા બનીને સામે આવ્યા છે.

Untitled 44 શૂટર દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ, શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલમાં કરાયા દાખલ