Not Set/ યુવક PUBG રમવામા એટલો ખોવાઇ ગયો કે પાણીની જગ્યાએ પી ગયો કેમિકલ

આજનાં આધુનિક યુગમાં લોકોની સુખ અને સુવિધાઓમાં વધારો થયો છે. મોટા ભાગનાં લોકો પાસે આજે મોબાઇલ જોવા મળશે. પહેલા આ મોબાઇલને કોઇપણ સ્થળેથી કોલિંગ અને મેસેજ કરવાની સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો, પરંતુ હવે તેની સુવિધામાં ઘણો વધારો થયો છે. આજે મોબાઇલમાં આ ઉપરાંત તમને ઘણી ગેમ્સ જોવા મળે છે જેમા એક ગેમ PUBG […]

Top Stories India
pubg ban યુવક PUBG રમવામા એટલો ખોવાઇ ગયો કે પાણીની જગ્યાએ પી ગયો કેમિકલ

આજનાં આધુનિક યુગમાં લોકોની સુખ અને સુવિધાઓમાં વધારો થયો છે. મોટા ભાગનાં લોકો પાસે આજે મોબાઇલ જોવા મળશે. પહેલા આ મોબાઇલને કોઇપણ સ્થળેથી કોલિંગ અને મેસેજ કરવાની સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો, પરંતુ હવે તેની સુવિધામાં ઘણો વધારો થયો છે. આજે મોબાઇલમાં આ ઉપરાંત તમને ઘણી ગેમ્સ જોવા મળે છે જેમા એક ગેમ PUBG હાલમાં ઘણી ફેમસ થઇ છે. આ એક ઓનલાઇન ગેમ છે. જેની યુવા વર્ગને હવે લત પડી ગઇ હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. તાજેતરમાં આ ગેમનાં કારણે એક મોત થઇ હોવાનુ સામે આવ્યુ છે.

ઓનલાઇન ગેમ PUBG રમવાના વ્યસનથી મંગળવારે એક યુવાનની હત્યા થઈ હતી. જણાવી દઇએ કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન ગ્વાલિયરથી આગ્રા તરફ આવતો એક યુવક પબજીની ગેમમાં એટલો ખોવાઈ ગયો હતો કે જ્યારે તેને તરસ લાગી ત્યારે તેણે થેલીમાં રાખેલી પાણીની બોટલને બદલે કેમિકલની બોટલ પી લીધી હતી. 45 મિનિટ સુધી સારવાર ન મળવાના કારણે ટ્રેનમાં તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, ગ્વાલિયરનાં ચંદ્રબની નાકા ઝાંસી રોડનો રહેવાસી સૌરભ યાદવ (20) સિલ્વર ફર્મમાં નોકરી કરતો હતો. મંગળવારે તેના મિત્ર સંતોષ શર્મા સાથે તે ઘરેણાં લઇને આગ્રાનાં ચોક ફુવારા આવી રહ્યો હતો. સંતોષનાં કહેવા મુજબ તે ઉપરની સીટ પર બેઠો હતો અને સૌરભ નીચેની સીટ પર બેસીને પબજી રમી રહ્યો હતો. સંતોષે જણાવ્યું હતું કે મુરેનાથી ટ્રેન રવાના થયા પછી સૌરભે બેગમાંથી બોટલ બહાર કાઠી હતી. તે પાણી પીવા માંગતો હતો. બેગમાં પાણીની બોટલ ઉપરાંત ચાંદીની સફાઇની કેમિકલ બોટલ પણ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.