Not Set/ જામનગર/ લગ્નમાં બાકીરહેલી કમી પૂરી કરી, અંતિમ વિદાયમાં … જાણો કેવી રીતે…?

મનુષ્ય જીવનના 16 સંસ્કારો અને તેમાં સૌથી દુઃખદ અને છેલ્લો સંસ્કાર એટલે, માનવી જયારે આ ફાની દુનિયાને અલવિદા કહી જાય એ . આ ઘડી તેના પરિવાર માટે બહુ દુઃખદ હોય છે. પરંતુ જામનગરમાં દેવીપૂજક સમાજના દીકરા દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે 109 વર્ષના વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શહેરના મુખ્ય […]

Top Stories Gujarat Others
bjp mp 1 જામનગર/ લગ્નમાં બાકીરહેલી કમી પૂરી કરી, અંતિમ વિદાયમાં ... જાણો કેવી રીતે...?

મનુષ્ય જીવનના 16 સંસ્કારો અને તેમાં સૌથી દુઃખદ અને છેલ્લો સંસ્કાર એટલે, માનવી જયારે આ ફાની દુનિયાને અલવિદા કહી જાય એ . આ ઘડી તેના પરિવાર માટે બહુ દુઃખદ હોય છે. પરંતુ જામનગરમાં દેવીપૂજક સમાજના દીકરા દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે 109 વર્ષના વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર અનોખી રીતે કાઢવામા આવી હતી.

જામનગરના ઓશવાલ સેન્ટર નજીક કેનાલ પાસે રહેતા દેવીપૂજક સમાજના 109 વર્ષના વયોવૃદ્ધ બાઘાભાઈ પરમારનું અવસાન થયું હતું અને બાઘાભાઈ અવસાન પામતા પહેલા પરિવારજનોને જણાવ્યું હતું કે, પોતાના લગ્ન સમયે જે ખુશી તે મનાવી  શક્યા નથી તે, હવે જ્યારે તેમનું મૃત્યુ થાય ત્યારે તેમની અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવે, તેમની અંતિમ ઇચ્છા પૂર્ણ કરવા માટે પરિવારજનો દ્વારા 109 વર્ષના વૃદ્ધની અંતિમયાત્રા સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં બેન્ડવાજા સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.

બાઘાભાઈના પુત્ર ભોલાભાઈએ જણાવ્યું હતુકે, એક સદીની ઉંમર વટાવી ચૂકેલા વૃદ્ધની ઇચ્છા પૂર્ણ કરવા માટે પરિવારજનોએ તમામ વ્યવસ્થા કરી હતી. જામનગર શહેરના મુખ્ય માર્ગો પર ઓશવાલ સેન્ટરથી લઈ સોનાપુરી સ્મશાન સુધી સ્વર્ગસ્થ વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા અને ઢોલ નગારા સાથે મુખ્ય માર્ગો પર નીકળી, ત્યારે રાહદારીઓ પણ આ અંતિમયાત્રાને જોઈ ને આશ્ચર્યમાં પડી ગયા હતા. જ્યારે પરિવારજનોએ બેન્ડવાજા ઉપરાંત અંતિમયાત્રામાં રૂપિયા પણ ઉડાવ્યા હતા. બેન્ડવાજાની વૃદ્ધની ઇચ્છા પૂર્ણ કર્યા બાદ સોનાપુરી સ્મશાન ખાતે અંતે શાસ્ત્રોક્ત વિધિથી વૃદ્ધની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.