US Visa Fraud/ અમેરિકન વિઝાનો નવો માર્ગઃ ફેક રોબરી, ગુજરાતી જ નીકળ્યો સૂત્રધાર

ભેજાબાજો અમેરિકાના વિઝાની જબરદસ્ત માંગનો કેવો અકલ્પનીય ફાયદો ઉઠાવે છે તેનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન વિઝા ટોપ ફેવરીટ છે, પછી તે ગમે તે વિઝા હોય.

Top Stories World
YouTube Thumbnail 75 અમેરિકન વિઝાનો નવો માર્ગઃ ફેક રોબરી, ગુજરાતી જ નીકળ્યો સૂત્રધાર

અમદાવાદ: ભેજાબાજો અમેરિકાના વિઝાની જબરદસ્ત માંગનો કેવો અકલ્પનીય ફાયદો ઉઠાવે છે તેનો કિસ્સો સામે આવ્યો છે. અમેરિકન વિઝા ટોપ ફેવરીટ છે, પછી તે ગમે તે વિઝા હોય. અમેરિકામાં વિઝાની એક કેટેગરી છે આ કેટેગરી છે U Visaની. આ કેટેગરીમાં વિઝા તે આધારે મળે છે કે જો કોઈપણ અમેરિકન નાગરિકથી ઇમિગ્રન્ટ્સને શારીરિક કે નાણાકીય કે માનસિક નુકસાન થયું હોય તો તેની ભરપાઈના ભાગરૂપે તે અમેરિકન સિટિઝન બની શકે છે. આ પ્રકારે અમેરિકન નાગરિક બનાવતી કેટેગરીને U Visaની કેટેગરી ગણવામાં આવે છે.

હવે ભેજાબાજોએ આ કેટેગરીનો ઉપયોગ બીજાને વિઝા અપાવીને નાણા રળવા કરવા માંડ્યો છે. આવા જ એક કાંડને ગુજરાતીએ અંજામ આપ્યો એટલું જ નહી તે જ તેનો સૂત્રધાર પણ નીકળ્યો. અમેરિકામાં ચાર રાજ્યમાં લૂંટની જુદી-જુદી આઠ ઘટનાની તપાસનો ભેદ એફબીઆઇએ ઉકેલતા તેની ધરપકડ થઈ હતી. લૂંટની આ ઘટનામાં કન્વીનિયન્સ સ્ટોર્સ તેમજ લિકર સ્ટોર્સમાં હથિયારધારી લૂંટારાએ જગ્યા પર કામ કરતાં લોકોને ગન બનાવીને લૂંટ કરી હતી. સામાન્ય રીતે અમેરિકામાં લૂંટ થવી નવાઈ નથી, પરંતુ જ્યારે એફબીઆઇ દ્વારા આ લૂંટની તપાસ શરૂ કરાઈ ત્યારે તેને લૂંટની પેટર્ન શંકાસ્પદ જણાઈ હતી. ચોરી ચાર જુદા-જુદા રાજ્યોમાં થઈ અને તેની લૂંટની પેટર્ન એકસરખી લાગતા એફબીઆઇ ચોંકી ઉઠી હતી અને તેણે સઘન તપાસ શરૂ કરી હતી.

આ બનાવટી લૂંટ ચાર રાજ્ય પેન્સિલ્વેનિયા, મેચેચ્યુસેટ્સ, ટેનેસી અન કેન્ટુકીમાં થઈ હતી. તેમાં ગુજરાતી રામભાઈ પટેલ અને બીજા પંજાબી બલવિંદરસિંહની એફબીઆઇએ ધરપકડ કરી છે. બંનેની ઉંમર 40ની આસપાસ છે. આશ્ચર્યની વાત તો એક છે કે આ બધી લૂંટ કરનારો સશસ્ત્ર લૂંટારું પણ એક જ હતો. તેને પાછો એરોપ્લેનમાં ખાસ બોલાવવામાં આવ્યો હતો, તેણે લૂંટ કરી હતી તેના કરતાં બમણી રકમનું તો હવાઈ ભાડું તેને ચૂકવાયું હતું.

બનાવટી લૂંટની તપાસ દરમિયાન એફબીઆઇના હાથમાં લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી ગન આવી, હવે આ ગન પણ નકલી હતી. તેના પગલે એફબીઆઇએ તપાસ વધુ સઘન કરતા માલૂમ પડ્યું હતું કે વાસ્તવમાં આ લૂંટ લૂંટ જ ન હતી પરંતુ ફેક રોબરી એટલે કે બનાવટી લૂંટ હતી. આ લૂંટ ઇમિગ્રન્ટ વ્યક્તિને U Visa અપાવવા માટે કરવામાં આવી હતી.

તેના પછી એફબીઆઇએ આ તપાસ વધુ સઘન કરતા આ કેસના સાક્ષીઓની પૂછપરછ કરી હતી અને સર્વેલન્સ ફૂટેજ અને ફોન રેકોર્ડ્સની માહિતી મેળવી હતી. તેમા જાણવા મળ્યું હતું કે આ પ્રકારની બનાવટી લૂંટનો ભોગ બનનારા કંઈ પીડિત ન હતા, પરંતુ વાસ્તવમાં આ રોબરીની ગોઠવણી કરી હતી. તેના માટે તેઓએ દસ હજાર ડોલરની રકમ પણ ચૂકવી હતી. આ સિવાય જેના સ્ટોરમાંથી લૂંટ થઈ હોય તેના માલિકને પણ અમુક હિસ્સો ચૂકવવામાં આવ્યો હતો.

બંને આરોપી રામભાઈ પટેલ અને બલવિંદરના કોલ રેકોર્ડ્સની તપાસમાં પણ ખબર પડી કે તેઓ લૂંટ પહેલાં જ કબીજાના સંપર્કમાં હતા. જ્યારે  પ્રકરણમાં મુખ્ય ભૂમિકા રામભાઈ પટેલની હતી. રામભાઈ પટેલની ધરપકડ એફબીઆઇના અંડરકવર એજન્ટ દ્વારા કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ