દુષ્કર્મ ઘટના/ કેશોદમાં તાંત્રિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ, પાંચ નરાધમો વિરુદ્ધ કરી ફરિયાદ

આજકાલ મહિલાઓ અને યુવતીઓ પર દુષ્કર્મની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. નરાધમો નાની બાળકીઓને પણ હવસનો શિકાર બનાવે છે. કેશોદ ઉપરાંત રાજકોટમાં પણ યુવતી પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે

Top Stories Gujarat Rajkot Others
YouTube Thumbnail 6 3 કેશોદમાં તાંત્રિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ, પાંચ નરાધમો વિરુદ્ધ કરી ફરિયાદ

જૂનાગઢમાં તાંત્રિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ, પાંચ નરાધમો વિરુદ્ધ કરી ફરિયાદ

ગુજરાતમાં તાંત્રિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ કરાયાની ઘટના સામે આવી છે. જુનાગઢના કેશોદમાં તાંત્રિક વિધિના બહાને પાંચ નરાધરાધમોએ યુવતીને હવસનો શિકાર બનાવી. મેસવાણ ગામની આ યુવતીને ભૂવાએ તાંત્રિક વિધિથી રૂપિયા ખરતાં હોવાની વાત કહી યુવતીને અવાવરૂ જગ્યાએ લઈ જઈને ગુપ્તભાગે ધુપ આપી વિધિ વિધાનના બહાના હેઠળ યુવતીના કપડાં કાઢી દુષ્કર્મ કર્યું. ભોગ બનનાર યુવતીએ પોલીસમાં નોંધાવતાં આ બનાવથી કેશોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે…….

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના કેશોદ નજીકના મેસવાણની એક યુવતીને તાંત્રિક વિધિ કરનાર ભૂવાએ પૈસાની લાલચ આપી જાળમાં ફસાવી હતી. યુવતીએ સાગર નામના ભૂવા પર વિશ્વાસ મૂકી તેના કહ્યા મુજબ કર્યું. બાદમાં ભૂવાએ વિશ્વાસનો લાભ લઈ તાંત્રિક વિધિના નામે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીને સમગ્ર હકીકતની જાણ થતા તાંત્રિક વિધિ કરનાર સાગર નામના ભૂવા ઉપરાંત અન્ય પાંચ લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે ભૂવા અને તેના સાગરિતો દ્વારા તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યા બાદ ધમકી આપવામાં આવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ભૂવા અને પાંચ નરાધમ સાગરિતો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.

સાગર નામના ભૂવાએ તાંત્રિક વિધિના નામે ભોગ બનનારને તાંત્રિક વિધિથી રૂપિયા ખરે છે તેવી વાતો કરી ભોગ બનનારને વિધિ કરવા માટે મનાવી કેશોદ બસ સ્ટેશન બોલાવી. ત્યાંથી કેશોદના બાયપાસ ચોકડી પર આવી આરોપીઓએ કાવતરું કરી ફોરવીલ માં બેસાડી ટીનમસ ગામે વાડી વિસ્તારમાં લઈ જઈ મુખ્ય આરોપી ભુવાએ રૂમમાં લઈ જઈ શરીર તેમજ ગુપ્ત ભાગે હાથ ફેરવવા લાગ્યો. પછી યુવતીને ત્યાંથી ફોરવીલ વાહનમાં બેસાડી મેસવાણ ગામે સીમ વિસ્તારમાં લઈ જઈ આરોપી ભૂવાએ કપડા ઉતારી અગરબત્તી કરી બળજબરીથી આરોપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેની સાથે બળજબરીથી શરીર સબંધ બાંધેલ હોવાનું મહિલા પોલીસ મથકે યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. હાલમાં આ બાબતે પોલીસે ભોગ બનનાર યુવતિ (મહિલા)ની  ફરિયાદ દાખલ કરી આ કામના આરોપી સાગર ભુવાજી ફૈઝલ પરમાર વિજય વાઘેલા નારણ આહીર અને સિકંદર નામના શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

આજકાલ મહિલાઓ અને યુવતીઓ પર દુષ્કર્મની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. નરાધમો નાની બાળકીઓને પણ હવસનો શિકાર બનાવે છે. કેશોદ ઉપરાંત રાજકોટમાં પણ યુવતી પર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. કોઠારિયા મેઈન રોડ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી દુષ્કર્મનો ભોગ બની. આ ઘટનામાં આરોપીએ યુવતીને નોકરીની લાલચ આપી દુષ્કર્મ કર્યું. ગંજીવાડા વિસ્તારમાં રહેતા દેવરાજ નોકરી આપવાના બહાને પાંચ વર્ષથી 23 વર્ષીય યુવતીનું શોષણ કરતો હતો. આરોપીએ યુવતીને હવસનો શિકાર બનાવ્યા બાદ તેને ધમકી આપતો હતો કે કોઈને કહેશે તો તેના માતા-પિતાને જેલમાં પૂરાવી દેશે અને મારી નાખશે. દેવરાજ નામના યુવાન બ્લેકમેઈલ કરી પાંચ વર્ષ સુધી યુવતી પર દુષ્કર્મ આચર્યું. છતાં યુવતીને નોકરી ના આપતા દુષ્કર્મ આચરનાર આરોપી દેવરાજ વાલજીભાઈ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. નોંધનીય છે કે આરોપી દેવરાજ અન્ય એક ગુનામાં હાલ જેલમાં છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.