Not Set/ રાજસ્થાનના મંત્રીનું વિવાદિત નિવેદન, કહ્યું- આપણું પ્રથમ કર્તવ્ય આપણી જાતિ માટે

અલવર: રાજસ્થાનમાં નવી સરકારની રચના થયાને હજુ થોડો જ સમય થયો છે કે, રાજ્યમાં મંત્રીઓના વિવાદિત નિવેદન આવવાનું શરૂ થઈ ગયું છે. રાજસ્થાનના અલવર જિલ્લાના રૈણીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજસ્થાનની મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મમતા ભૂપેશ પોતાના એક વિવાદિત નિવેદનને લઈને ચર્ચાઓમાં આવી ગયાં છે. Rajasthan Minister Mamta Bhupesh in Alwar: Pratham karya hamara […]

Top Stories India Trending Politics
Controversial Statement of Rajasthan minister, said - our first duty is for our caste

અલવર: રાજસ્થાનમાં નવી સરકારની રચના થયાને હજુ થોડો જ સમય થયો છે કે, રાજ્યમાં મંત્રીઓના વિવાદિત નિવેદન આવવાનું શરૂ થઈ ગયું છે. રાજસ્થાનના અલવર જિલ્લાના રૈણીમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજસ્થાનની મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મમતા ભૂપેશ પોતાના એક વિવાદિત નિવેદનને લઈને ચર્ચાઓમાં આવી ગયાં છે.

હકીકતમાં, સોમવારે રૈણીમાં આયોજિત એક સન્માન સમારોહમાં મમતા ભૂપેશે કહ્યું હતું કે, પ્રથમ કર્તવ્ય આપણું આપણી જાતિની માટે છે. ત્યાર પછી આપણા સમાજની માટે છે અને તે પછી સર્વ સમાજની માટે, બધાંની માટે છે. આપણી મંશા એ જ છે કે આપણે બધાંની માટે કામ કરી શકીએ. આ સાથે તેમણે એવું પણ કહ્યું કે, જ્યાં તેમની જરૂરિયાત હશે ત્યાં તે હાજર રહેશે.

મમતા ભૂપેશના આ નિવેદનથી રાજસ્થાનના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. જેના કારણે પાછળથી તેણીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તે ઈચ્છતી હતી કે, પ્રત્યેક વ્યક્તિ જે રાજ્યમાં વસવાટ કરી રહ્યા છે, તે સન્માનની સાથે રહે અને સાથોસાથ બધાંની માટે કામ થાય.