Not Set/ વાંચો. પીએમ મોદીએ ઉર્જિત પટેલ અને રામ મંદિર અંગે શું કહ્યું ?

નવી દિલ્હી, મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે. ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું,  #PMtoANI on Urjit Patel:He himself requested(to resign)on personal reasons. I am revealing for the first time, he was telling […]

India Trending
PM MODI 1 વાંચો. પીએમ મોદીએ ઉર્જિત પટેલ અને રામ મંદિર અંગે શું કહ્યું ?

નવી દિલ્હી,

મંગળવારથી દેશભરમાં ધામધૂમથી નવા વર્ષની શરૂઆત થઇ ગઈ છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ઇન્ટરવ્યુ દ્વારા દેશની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા છે.

ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું, 

ઉર્જિત પટેલે વ્યક્તિગત કારણોસર આપ્યું રાજીનામું

ઉર્જિત પટેલે ૬-૭ મહિના પહેલા રાજીનામું આપવાની કહી હતી વાત

પીએમ મોદીએ ઉર્જિત પટેલના રાજીનામાં અંગે ઉઠાવ્યો પડદો

RBIના ગવર્નર તરીકે ઉર્જિત પટેલે કર્યું શાનદાર કામ

નોટબંધી એ જનતા માટે ઝટકો ન હતો

દેશના લોકોને પહેલાથી આપ્યા હતા સંકેત

કાળુંનાણું છે તો તમે સરકાર પાસે જમા કરાવી શકો છો

રામ મંદિર : 

રામ મંદિરનો મુદ્દો કોર્ટ દ્વારા કાયદો ઘડીને જ લવાશે

ટ્રિપલ તલાકના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અધ્યાદેશ લાવવામાં આવ્યો છે.

રામ મંદિરના મુદ્દે પણ બંધારણના નિયમ મુજબ જ નિર્ણય કરવામાં આવશે.

રામ મંદિરના મુદ્દે હાલ સરકાર અધ્યાદેશ લાવશે નહિ

બેન્કના ગોટાળા : 

વિજય માલ્યા અને નીરવ મોદી જ જેવા કૌભાંડીઓ પ્રત્યે અમારી સરકાર સખ્ત હતી એટલા માટે તેઓ દેશ છોડીને ભાગી ગયા.

પરંતુ જો દેશમાં પહેલાની સરકાર હોત તો તે દેશમાં રહીને જ લુંટતા રહ્યા હોત.

દેશમાંથી ચોરાયેલા પૈસા પાછા લાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.