Gujarat/ હોળી તહેવાર પર હવામાનમાં બદલાવ, હવામાન વિભાગે હિટવેવ અને વરસાદની કરી આગાહી

હોળી તહેવાર પર હવામાનની પેટર્નમાં ફરી એકવાર બદલાવ આવ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે તો દેશના અન્ય ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 25T085700.173 હોળી તહેવાર પર હવામાનમાં બદલાવ, હવામાન વિભાગે હિટવેવ અને વરસાદની કરી આગાહી

હોળી તહેવાર પર હવામાનની પેટર્નમાં ફરી એકવાર બદલાવ આવ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં હિટવેવની આગાહી કરી છે તો દેશના અન્ય ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં સહિત દેશભરમાં આજે હોળી તહેવારનો માહોલ છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાનમાં વધુ વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હજુ 5 દિવસ હિટવેવની સંભાવના જોવા મળે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેર ઉપરાંત કચ્છ-સૌરાષ્ટ્ર, ડિસા, વડોદરા, સુરત, ભાવનગર, દ્વારકા, ઓખા અને વેરાવળમાં ગરમીનો પ્રકોપ વધશે. રાજ્યમાં હિટવેવની સંભાવનાને લઈને શાળાઓના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે.

શહેરમાં હીટવેવની શક્યતાને લઇ સ્કૂલ કમિશનરે તમામ DEOને પરિપત્ર આપ્યો. સ્કૂલ કમિશનરે હીટવેવને પગલે શાળાઓના સમયમાં ફેરફાર કરવાના આદેશ આપ્યા છે. હિટવેવના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમની સંભાવના જોતા સ્કૂલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. કમિશનર ઓફ સ્કુલ કચેરી દ્વારા જિલ્લાના તમામ deoને આ સૂચના આપતા પરિપત્ર આપ્યો છે. રાજ્યમાં અત્યારે હોળી તહેવારનો માહોલ છે. આગામી દિવસોમાં હોળી તહેવારમાં બદલાતા હવામાનના કારણે હિટવેવ જોવા મળી શકે. તો કયાંક વરસાદની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

દેશમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે પંજાબ, બિહારથી લઈને પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશના પેટા હિમાલયના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો અને ભારે વરસાદ થયો હતો અને પશ્ચિમ હિમાલયના પ્રદેશો એટલે કે જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા નોંધાઈ હતી. . પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ હજુ બે દિવસ ચાલુ રહેશે. તે જ સમયે, 26 માર્ચથી પશ્ચિમ હિમાલયના પ્રદેશો અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોમાં હવામાન વધુ ખરાબ થવાની સંભાવના છે અને આ સમયગાળા દરમિયાન વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….