Not Set/ ગુજરાત નાદુરસ્તોની લીસ્ટમાં મોખરે : જંકફૂડના કારણે વધી સમસ્યાઓ

જંકફૂડ એક ગરમાગરમ મુદ્દો છે. મોટા ભાગની મમ્મીઓ ફરિયાદ કરે છે કે, તેમના બાળકોને જંકફૂડ બહુ ભાવે છે. કાયમ તેમની ડિમાન્ડ એક યા બીજી અનહેલ્ધી આઇટમની હોય છે. એટલું જ નહીં, મોટાઓ પણ બહાર ખાઈને પૂરું કરે છે. મહિલાઓ, એમના ડેઇલી રૂટિનથી બ્રેક લેવા રેસ્ટોરન્ટ જવું પસંદ કરે છે. હવે, આ 21મી સદીમાં જંકફૂડ આખી […]

Top Stories Gujarat
over 1460694211 ગુજરાત નાદુરસ્તોની લીસ્ટમાં મોખરે : જંકફૂડના કારણે વધી સમસ્યાઓ

જંકફૂડ એક ગરમાગરમ મુદ્દો છે. મોટા ભાગની મમ્મીઓ ફરિયાદ કરે છે કે, તેમના બાળકોને જંકફૂડ બહુ ભાવે છે. કાયમ તેમની ડિમાન્ડ એક યા બીજી અનહેલ્ધી આઇટમની હોય છે. એટલું જ નહીં, મોટાઓ પણ બહાર ખાઈને પૂરું કરે છે. મહિલાઓ, એમના ડેઇલી રૂટિનથી બ્રેક લેવા રેસ્ટોરન્ટ જવું પસંદ કરે છે.

fastfood 644x362 e1537963884740 ગુજરાત નાદુરસ્તોની લીસ્ટમાં મોખરે : જંકફૂડના કારણે વધી સમસ્યાઓ

હવે, આ 21મી સદીમાં જંકફૂડ આખી દુનિયામાં ફેલાઇ ગયું છે. ક્યાં સુધી એને રિજેક્ટ કરી શકીએ? સારું કહો કે ખરાબ, જંકફૂડ હવે બધે જ મળે છે. આપણે બધાં જાણીએ છીએ કે અનહેલ્ધી ફૂડ આપણા શરીર માટે સારું નથી  આ અંગે મંતવ્ય ની ટિમ દ્વારા ડોક્ટર ને જંકફૂડ વિષે પ્રશ્ન પૂછ્યા ત્યારે નિષ્ણાંત ડોક્ટરના કહેવા મુજબ જંક ફૂડ એક સ્લો પોઇઝન જેવું કાર્ય કરે છે.

લોકો દ્વારા અત્યારે પીઝા બર્ગર આરોગવામાં આવે જેનાથી ઓબેસિટી નું પ્રમાણ વધે છે. જેનાથી પક્ષઘાત, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, ચામડી ના રોગ, બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધે છે. લોકો માત્ર ને માત્ર ટેસ્ટ ને પ્રાધાન્ય આપે છે. જેને લઈને આ પ્રકાર ના રોગો લોકો ને તકલીફ આપે છે.

iStock81636257 1440x865 e1537963915230 ગુજરાત નાદુરસ્તોની લીસ્ટમાં મોખરે : જંકફૂડના કારણે વધી સમસ્યાઓ

હાલ માર્કેટમાં અનલિમિટેડ પીઝા નો ટ્રન્ડ ચાલી રહ્યો છે. જેના થી યુવા વર્ગ આકર્ષાઈ ત્યાં પીઝા આરોગવા જાય છે ને સાથે કોલા પીવે છે. જેથી શરીરમાં ચરબી વધે છે માટે લોકો માં કોલેસ્ટ્રોલ અને ફેટ્સ વધે છે. સાથે લોહી ઘાટું થાય છે, જેના થી બ્લોકેજ થવાની શક્યતા ઓ વધતી હોય છે.