Surat-Heart Attack/ સુરતીઓ પર હાર્ટએટેકનો ઓછાયોઃ એક જ દિવસમાં ત્રણ યુવાનોના મોત

સુરતીઓ પર હાર્ટએટેકનો ઓછાયો છવાયો છે. એક જ દિવસમાં ત્રણ યુવાનોના હાર્ટએટેકથી મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. સુરતમાં હાર્ટએટેકની ઘટના યથાવત છે. સુરતના પીપલોદ, રાંદેર અને પાંડેસરામાં એક-એક એમ ત્રણ યુવાન પહેલા બેભાન થઈ અને પછી તેમના મોત થતાં ચકચાર મચી ગઈ છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 35 સુરતીઓ પર હાર્ટએટેકનો ઓછાયોઃ એક જ દિવસમાં ત્રણ યુવાનોના મોત

સુરતઃ સુરતીઓ પર હાર્ટએટેકનો ઓછાયો છવાયો છે. એક જ દિવસમાં ત્રણ યુવાનોના હાર્ટએટેકથી મોત થતાં સન્નાટો છવાઈ ગયો છે. સુરતમાં હાર્ટએટેકની ઘટના યથાવત છે. સુરતના પીપલોદ, રાંદેર અને પાંડેસરામાં એક-એક એમ ત્રણ યુવાન પહેલા બેભાન થઈ અને પછી તેમના મોત થતાં ચકચાર મચી ગઈ છે. તેના લીધે ત્રણ-ત્રણ કુટુંબોમાં રીતસરનું આક્રંદનું વાતાવરણ છે. આમ સુરતમાં હાર્ટએટેક રીતસરનો ત્રાટક્યો છે તેમ કહી શકાય.

ડોક્ટરોને પણ તે વાતનું આશ્ચર્ય થયું હતું કે ત્રણ જુદા-જુદા યુવાનોના મૃત્યુ એક જ પેટર્નથી કઈ રીતે થઈ શકે. તેથી જ તેમના પર હાર્ટએટેકનો હુમલો આવ્યો હોવાનું મનાય છે. હોસ્પિટલના ડોક્ટરોનો આ વાત પર આ એક જ મત હતો.

તાજેતરમાં હાર્ટએટેકના કેસોમાં થતાં વધારા અંગે યોજાયેલા પરિસંવાદમાં પદ્મશ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે ઘણા બધા કારણોના લીધે હાર્ટએટેક જવાબદાર છે. તેમનું કહેવું હતું કે યુવાનોમાં હાર્ટએટેકનો ટ્રેન્ડ તો હતો જ, પરંતુ કોવિડ પછી આ ટ્રેન્ડ પર બધાની નજર પડી છે.

તેની સાથે વેક્સિનના લીધે હાર્ટએટેક આવી રહ્યો હોવાની માન્યતા ખોટી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમનું કહેવું હતું કે વેક્સિનના લીધે તો આપણે બધા જીવી રહ્યા છીએ. તેમનું માનવું છે કે રોજબરોજની જીવનશૈલી અને આહારશૈલી હાર્ટએટેકમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ