Not Set/ એરપોર્ટ પર તપાસ દરમિયાન તમારે લેપટોપને બેગમાંથી કાઢવાની જરૂર નહી પડે

નવી દિલ્હી: એરપોર્ટ પર તપાસ દરમિયાન મુસાફરોએ લેપટોપ, ટેબલેટ્સ અને લિકવીડસને હેન્ડબેગ (Bag)માંથી બહાર કાઢવાની જરૂર પડે છે. પરનાતું જલ્દીથી જ આ બાબત ભૂતકાળ બની જશે. દુનિયાના કેટલાક વ્યસ્તતમ એરપોર્ટો પર એવા સ્ક્રિનિંગ મશીનોને ટ્રાયલ બેઝ પર ચલાવવામાં આવી રહ્યા છે, જે બેગની અંદર રાખેલા સામાનની 3D તસ્વીર દર્શાવશે, જેના કારણે સામાનને બેગમાંથી બહાર કાઢવાની […]

Top Stories India Trending
You may get rid off removing laptop from hand bag during screening at airports

નવી દિલ્હી: એરપોર્ટ પર તપાસ દરમિયાન મુસાફરોએ લેપટોપ, ટેબલેટ્સ અને લિકવીડસને હેન્ડબેગ (Bag)માંથી બહાર કાઢવાની જરૂર પડે છે. પરનાતું જલ્દીથી જ આ બાબત ભૂતકાળ બની જશે. દુનિયાના કેટલાક વ્યસ્તતમ એરપોર્ટો પર એવા સ્ક્રિનિંગ મશીનોને ટ્રાયલ બેઝ પર ચલાવવામાં આવી રહ્યા છે, જે બેગની અંદર રાખેલા સામાનની 3D તસ્વીર દર્શાવશે, જેના કારણે સામાનને બેગમાંથી બહાર કાઢવાની જરૂરત રહેશે નહીં.

ભારતીય એરપોર્ટોની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) આ પ્રયોગ ઉપર બારીકાઈપૂર્વક નજર રાખવામાં આવી રહી છે અને આ ટેકનિકને અહિયાં પણ ચકાસવાની યોજના બનાવવામાં આવી રહી છે.

CISF ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે આ ટેકનિક અને તેના ટ્રાયલ રન (પ્રયોગ)ના પરિણામનો અભ્યાસ કરી રહ્યા છીએ.’ તેમણે જણાવ્યું હતું કે, આ ટેકનિકને ભારતીય એરપોર્ટો પર ટ્રાયલ કરવાની યોજના છે અને જો આ ટ્રાયલ સફળ રહેશે તો યાત્રિકોએ સ્ક્રિનિંગ દરમિયાન લેપટોપ, ટેબલેટ્સ અને લિકવીડસને બેગની બહાર કાઢવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે.

3D સ્ક્રિનિંગ મશીનોની ટેકનિકનું ન્યૂયોર્કના જોન એફ. કેનેડી અને એમ્સટર્ડમના એરપોર્ટ પર પરીક્ષણ થઈ ચૂક્યું છે. હાલમાં લંડનના હિથ્રો એરપોર્ટ પર તેનો ટ્રાયલ ચાલી રહ્યો છે. આ નવી ટેકનિકથી વધતા જતાં એર ટ્રાફિકને મેનેજ કરવામાં ઘણી મદદ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સીઆઈએસએફએ વ્યસ્ત એરપોર્ટો પર મુસાફરોની વધતી જતી ભીડનો મુદ્દો ઉઠાવ્યો હતો. સીઆઈએસએફએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષોમાં તમામ એરપોર્ટો પર મુસાફરોના ટ્રાફિકમાં ૬૫ ટકાથી વધુ પ્રમાણમાં વધારો થયો છે.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એરપોર્ટો પર મુસાફરોની ભીડ વધી રહી છે પરંતુ સિક્યોરિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર જ્યાંનો ત્યાં જ રહેલો છે. તેના કારણે સિક્યોરિટી ચેક પોઈન્ટ્સ પર કન્જેશન થઈ રહ્યું છે આને સુરક્ષાકાર્મચારીઓ પર ઝડપથી સ્ક્રિનિંગનું દબાણ વધી રહ્યું છે.